Get The App

અમરેલીમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
અમરેલીમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઇ યુવાનનો આપઘાત 1 - image


અપમૃત્યુના વધુ બે બનાવથી અરેરાટી

નાના માચીયાળા ગામે ઘરેથી વાડીએ જવા નીકળેલો યુવાન નદીમાં ડૂબી જતાં મોત

અમરેલી :  અમરેલી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે. અમરેલી શહેરમાં ૨૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે નાના માચીયાળા ગામે ઘરેથી વાડીએ જવાનું કહી નીકળી ગયેલ ૩૧ વર્ષીય યુવક પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી શહેરમાં બહારપરા સ્મશાનની બાજુના વિસ્તારમાં રહેતા કરણ વિજયભાઇ સમાણવા નામના ૨૦ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણે પોતાના ઘરે કોઇ ન હતું તે દરમિયાન દોરડા વડે ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો. આ અંગે અમરેલી સીટી પોલીસ મથક ખાતે જાણ કરતાં વધુ તપાસ શરૃ કરી હતી. જ્યારે નાના માચીયાળા ગામે રહેતો સુમિત દાનજીભાઇ ચાંચીયા નામના ૩૧ વર્ષીય યુવક માનસિક બીમાર રહેતો હતો તે ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં વાડીને અડીને આવેલ નદીમાંથી તેની લાશ મળી આવી હતી. જેથી નદીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી ગયો હોવાનું પોલીસ મથક ખાતે નોંધાવ્યું હતું. અમરેલી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.


Google NewsGoogle News