કામ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસને લીધે યુવાનનો આપઘાત

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
કામ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસને લીધે યુવાનનો આપઘાત 1 - image


જામનગરના ભીમવાસમાં ગળાફાંસો ખાધો

જૂના નાગના ગામે દાઝી જવાથી યુવકનું મોતઃ ઝેરી દવા પી બુટાવદરના વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

જામનગર :  જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના યુવાને આથક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જુના નાગના ગામમાં રહેતા એક યુવાનનું પોતાના ઘેર દાઝી જતા મૃત્યુ થયું છે. જામજોધપુર ના બુટાવદર ગામમાં રહેતા ૭૮ વર્ષના બુઝુર્ગ મહિલાએ બીમારી થી કંટાઈ જઇ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

જામનગરમાં ભીમવાસ શેરી નંબર બે માં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા વસંતભાઈ નાથાભાઈ મકવાણા નામના ૪૮ વર્ષના યુવાને પોતાના ઘેર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મૃતકનું બરાબર કામ ચાલતું ન હતું, અને પોતાના ઘરમાં આથક સંકળામણ અનુભવતા હતા. જેના કારણે આ પગલું ભરી લીધાનું જણાવાયું છે.

જામનગર તાલુકા ના જુના નાગના ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો જગદીશ માવજીભાઈ પારધી નામના ૪૩ વર્ષનો યુવાન પોતાના ઘેર આખા શરીરે દાજી ગયો હતો. તેનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુર તાલુકા ના બુટાવદર ગામમાં રહેતા જીવતીબેન આરસીભાઇ ધ્રાંગુ નામના ૭૮ વર્ષના બુઝુર્ગ મહિલા એ પોતાની બીમારીથી તંગ આવી જઇ પોતાના હાથે ઝેરી દવા પી લેતાં મોત થયું હતું.


Google NewsGoogle News