પ્રકૃતિનું અદ્દભુત વરદાર એટલે રગત રોહીડાનું એકમાત્ર વૃક્ષ ભાવનગરમાં
- અસંખ્ય ખુબીઓથી ભરેલું દુર્લભ વૃક્ષ
- વસંત ઋતુમાં સોળે કળાએ ખીલતું રોહીડા પક્ષીઓ માટે તેમજ ઔષધી માટે પણ અકસીર
વસંતતુમાં સોળે કળાએ ખીલી ઉઠતા પુષ્પોત્સવ માટે કુદરત કેટકેટલી તૈયારી કરતું હશે. આ પુષ્પોત્સવમાં જેમ કેશુડો પુરબહારમાં ખીલે છે તેવી જ રીતે આ તુ દરમ્યાન મ્હોરી ઉઠતા રગત રોહીડાની સુંદરતા પણ અનુપમ હોય છે. શુષ્કપ્રદેશ (રણપ્રદેશ)નું અને મધ્યમકદનું, ધીમી વૃદ્ધિ પામતું આ વૃક્ષ રાજસ્થાનનું રાજકીય વૃક્ષ છે. પીળા, કેસરી અને લાલ રંગના પુષ્પો ધરવતી ત્રણ જાતના રગત રોહિડા જોવા મળે છે જેમાંથી લાલ રંગનો રગત રોહીડો ભાગ્યે જ જોવા મળે છે. રસથી ભરપુર પુષ્પો મધમાખી, ફૂલચકલી અને બુલ બુલ માટે ખોરાકનો ઉતમ ોત બની રહે છે. આ વૃક્ષ ઊંચું તાપમાન (500 C) અને ખુબ નીચું તાપમાન (-20 C) સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું લાકડુ કોતરણીવાળા ફર્નીચર બનાવવામાં વધારે વપરાય છે. આ વૃક્ષના થડની છાલનો પાઉડર યકૃત (લીવર), બરોળની વૃદ્ધિ અને તેને લગતા રોગો, સીફીલીસ, ગોનોરિયા, લ્યુકોડર્મા જેવા રોગોની સારવારમાં ખુબ ઉપયોગી છે અને ઘણી આયુર્વેદિક દવા તૈયાર કરવામાં તે વપરાય છે. માર્કેટમાં આ છાલનો પાઉડર પણ વેચાતો મળે છે. પર્યાવરણની દ્રષ્ટીએ આ વૃક્ષ સપાટીય મૂળતંત્ર વિકસાવી માટીના અથવા રેતીના જકડી રાખવામાં મદદરૂપ બને છે આમ તે રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. પવન અવરોધક તરીકે ભારે પવનથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. ભાવનગર શહેરની વાત કરીએ તો વર્ષ ૧૯૯૧માં ડો. રેણું ઓઝા દ્વારા રગત રોહિડાના બે વૃક્ષોની નોંધ કરવામાં આવેલ જેમાંનો એક જવેલ્સ સર્કલ ખાતે આજે ૩૦ વર્ષ બાદ પણ અડીખમ ઉભો છે જયારે બીજું વૃક્ષ યુનીવર્સીટી કેમ્પસ ખાતે હતું જે હાલમાં ઉપલબ્ધ નથી. જવેલ્સ સર્કલ ખાતે રહેલ આ વૃક્ષની બાજુમાં જ વીજ થાંભલો અને વીજ વાયર પસાર થાય છે. વીજ વાયરમાં આ વૃક્ષની ડાળીઓ નડતર રૂપ થતી હોવાના કારણે તેને કાપી નાખેલ હોઈ વૃક્ષની ઘટા બુઠ્ઠી લાગે છે. આ વૃક્ષની ધીમી વૃદ્ધિ અને વધુ ઉપયોગીતાના કારણે તેની સંખ્યામાં ખુબ જ ઘટાડો નોંધાયેલ છે. IUCN રેડલીસ્ટ મુજબ આ રોહીડો ગુજરાત અને રાજસ્થાનમાં એનડેન્જર્ડ વનસ્પતિ જાતિમાં આવે છે તેથી આ ઉપયોગી વૃક્ષનાં સંરક્ષણ અને ઉછેર માટે યોગ્ય પગલા લેવાય તે ખુબ જરૂરી છે જેથી નાશઃપ્રાય બનેલ વનસ્પતિ જાતિને લુપ્ત થતી અટકાવી શકાય.