Get The App

લૂંટમાં સ્મ્મ્જીના બે મળી કુલ ચાર વિદ્યાર્થી ઝડપાયા

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
લૂંટમાં સ્મ્મ્જીના બે મળી કુલ ચાર વિદ્યાર્થી ઝડપાયા 1 - image


૦ ફૂટ રિંગ રોડ પર ત્રણ દિવસ પહેલાં થયેલી

મજાક-મશ્કરીમાં લૂંટ કર્યાનું ખુલ્યુંઃ સ્કોર્પિયો અને ચાર મોબાઈલ ફોન કબજે, એક આરોપીની શોધખોળ

રાજકોટ :  ૧પ૦ ફુટ રીંગ રોડ પર ત્રણેક દિવસ પહેલાં વહેલી સવારે બાઈક પર જતાં અને એડવોકેટને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અજયસિંહ ચૌહાણને આંતરી, મારકૂટ કરી, સ્કોર્પિયોમાં ઘસી આવેલા ચાર શખ્સોએ રૃા.ર૦ હજારની લૂંટ ચલાવી હતી. જેનો ભેદ ગાંધીગ્રામ-ર પોલીસ અને એલસીબી ઝોન-રના સ્ટાફે ભેગા મળી ઉકેલી લઈ એમબીબીએસના બે સહિત કુલ ચાર છાત્રની ધરપકડ કરી છે.

ગાંધીગ્રામ-ર પોલીસ સાથે એલસીબી ઝોન-રના સ્ટાફે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. બંનેના સ્ટાફે તપાસના અંતે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં શુભમ ઈશ્વરભાઈ પુરોહિત (ઉ.વ.ર૦, રહે. માધવ વાટીકા એપાર્ટમેન્ટ, બ્લોક નં. સી-ર૦ર, ૧પ૦ ફૂટ રીંગ રોડ નજીક), ભવ્ય નીતીનભાઈ દવે (ઉ.વ.ર૩, રહે. દ્વારકેશ પાર્ક શેરી નં.૩, આલાપ ગ્રીન સિટી પાછળ), યશ અનવરભાઈ લાલાણી (ઉ.વ.ર૧, રહે. સત્યસાંઈ રોડ મારૃતિનગર શેરી નં.ર) અને નૈમિષ મયુરભાઈ શર્મા (ઉ.વ.ર૦, રહે. માંડાડુંગર  ગોકુળ પાર્ક)નો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી શુભમ અમદાવાદના સોલામાં જયારે ભવ્ય ફિલીપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. આરોપી યશ ફાર્મસીનો જયારે નૈમિષ નર્સીંગનો છાત્ર છે. આરોપી શુભમનો મિત્ર ધુ્રવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ પણ લુંટમાં સંડોવાયેલો છે. જે હાલ ફરાર છે. આ પાંચેય આરોપીઓએ ભેગા મળી મજાક-મશ્કરીમાં જ આ લૂંટ કર્યાની માહિતી મળી છે.

પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૃા.૧૭.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News