જિલ્લામાં આંગણવાડીથી લઇ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 5.13 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
- 3 દિવસના પ્રવેશોત્સવ દરમિયાન
- 8 રૂટ રાજ્ય કક્ષાએથી અને 78 રૂટ જિલ્લા કક્ષાએથી અધિકારીઓએ બાળકોને પ્રવેશ અપાવ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં રાજ્ય કક્ષાએથી બે મંત્રી એક ઓઇએએસ, બે આઇએફએસ, ત્રણ એચઓડીની ઉપસ્થિતિમાં કુલ ૮૬ રૂટ બનાવવામાં આવ્યા હતા જેમાં ૮ રૂટમાં રાજ્ય કક્ષાએથી અને બાકીના ૭૮ રૂટમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પ્રવેશ ઉત્સવમાં હાજરી આપી હતી. ત્રણ દિવસ ચાલેલા આ પ્રવેશોત્સવ દરમિયાન શહેર-જિલ્લાની ૧૫૯૧ આંગણવાડીમાં ૧,૨૬,૦૦૦ બાળકોએ નવા પ્રવેશ મેળવ્યા હતાં. તો પ્રાથમિકની ૯૨૦ અને ખાનગીની ૧૬૫ શાળામાં ૨,૮૨,૧૭૩ બાળકો જેમાં ૧૮,૬૪૧ બાળકોએ બાલવાટિકામાં અને ૧૪,૧૪૮ બાળકોએ ધો.૧માં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાયું છે તો ૫૨ સરકારી હાઇસ્કૂલ, ૧૩૫ ગ્રાન્ટેડ હાઇસ્કૂલ, ૨૩૮ ખાનગી હાઇસ્કૂલમાં માધ્યમિકમાં કુલ મળી ૬૧,૪૪૭ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪૩,૬૦૧ એટલે કે ૩૮,૭૨૧ ધો.૯માં નવા વિદ્યાર્થીએ પ્રવેશ લીધો તો ૨૮૦૦૦ બાળકોએ ધો.૧૧માં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાયું છે. તો આ પ્રવેશોત્સવ દરમિયાન ધો.૧માં પ્રવેશ પાત્ર દિકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૯૨૪૩ બોન્ડનું વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં તમામ પદાધિકારી, અધિકારીઓએ શાળા, હાઇસ્કૂલ, આંગણવાડી, બાલવાટિકામાં ધો.૧, ધો.૯ અને ધો.૧૧ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. અમે પ્રેરણા દામ માર્ગદર્શન આપ્યું હતું. સાથો સાથ શિક્ષણની વિવિધ યોજના, સ્કોલરશીપ અંગે પણ સમજૂતી અપાઇ હતી. સરકારી તંત્રએ નિયત કરેલ રૂટ ઉપરાંત શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં પણ નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં અને જે-તે સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય દ્વારા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી હતી.