જૂનાગઢના રિક્ષાચાલકનો ધોરાજી નજીક ભાદર નદીમાં પુત્રને ધક્કો મારી આપઘાત
પત્ની નોકરી પર ગઇ ત્યારે પુત્ર-પુત્રીને લઇ ઘર છોડી દીધું હતું
ઝાલણસર પહોંચી પત્નીને ફોન કર્યો 'ધોરાજી જાઉ છું તું આવી જા' પછી જીંદગીનો અંત આણી લેતા પિતા-પુત્રના મોત
ધોરાજી: જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા રિક્ષા ચાલકે કૌટુંબિક બાબતમાં પત્નીની ગેરહાજરીમાં પુત્રી અને પુત્રને સાથે લઇ ઘર છોડી દીધા બાદ ધોરાજી-ઉપલેટા નેશનલ હાઇવે પર પહોંચી પ્રથમ પુત્રને પુલ પરથી ધક્કો મારી પોતે પણ પૂલ પરથી ઝંપલાવી દેતા પિતા-પુત્ર બન્નેના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે પત્ની નોકરી ઉપર ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી. પિતાએ જ્યારે પુત્રનો પુલ પરથી ઘા કર્યો ત્યારે ડરી ગયેલી પુત્રી ત્યાંથી નાસવા લાગી હતી જેના કારણે બચી ગઇ હતી.
સોમવારે રાત્રિના સમયમાં જુનાગઢના દાતાર રોડ જુનાગઢ ખાતે રહેતા હિરેનભાઇ નિરંજનભાઇ જયસ્વાલ અને તેનો પુત્ર જીયન (ઉ.વ. ૯) અને તેની પુત્ર ત્રણેય જૂનાગઢથી ઘર છોડી ધોરાજી તરફ નીકળી ગયા હતા. તેમની પત્ની જૂનાગઢ ખાતે એકલી રાખી દીધી હતી અને અને બંને સંતાનો સાથે ધોરાજી તરફ આવી અને ઉપલેટા નેશનલ હાઇવે પાસે આવેલ ભાદર-૨ નદી પાસે ઊભા રહી તેમની પત્નીને ફોન કર્યો હતો કે તું તાત્કાલિક આવી જા આ પ્રકારની વાત કરીને અચાનક જ પિતા-પુત્રએ ભાદર નદીમાં ઝંપલાવી દીધું હતું અને પુત્રી ઉભી રહી ગઈ હતી અને અચાનક તે બચી ગઈ છે ઉપરોક્ત બનાવવાની જાણ થતા ધોરાજી તાલુકા પોલીસ અને ધોરાજી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને લઈને દોડી ગયા હતા. બંનેની શોધખોળ કરતા હિરેનભાઈ જયસ્વાલનો મૃતદેહ ભાદર નદીમાં શોધેલ જે આજે સવારે ૧૧ વાગે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. એ પછી પુત્ર જિયન (ઉ.વ.૯)ને શોધીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ધોરાજી ખાતે લઈ જવામાં આવેલ છે
ઉપરોક્ત બનાવ બાબતે તેમના જૂનાગઢ રહેતા સગા કિર્તીભાઈ ચંપકભાઈ જયસ્વાલે પત્રકારોને જણાવેલ કે હિરેનભાઈ તેમનો પુત્ર જીયન અને પુત્રી ત્રણે જુનાગઢ થી નીકળી ગયા હતા અને ઝાલણસર ના પૂલ પાસે આવીને હિરેનભાઈએ તેમની પત્નીને ફોન કર્યો હતો. 'હું ધોરાજી તરફ જઈ રહ્યો છુ તમો તાત્કાલિક આવો' એ પછી ે ઉપલેટા નેશનલ હાઇવે ભાદર નદી પાસે પહોંચી ભાદર નદીમાં આપઘાત કર્યો હતો
ઉપરોક્ત બનાવ ક્યાં કારણસર બન્યો છે તે હજુ જાણવા મળ્યું નથી તેમના પત્ની ૮૦૦૦ રૂપિયાના પગારમાં નોકરી કરવા જાય છે અને સવારના આઠથી રાત્રિના આઠ સુધી તે બહાર જ રહેતા હોય છે અને ક્યાં કારણો સર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જ્યારે ઉપરોક્ત બનાવ માટે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તપાસ ચલાવી રહી છે