બોટાદના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બોટાદ ટાઉન પોલીસે વિદેશી દારૂની ૯૦ બોટલ મળી કુલ રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર: બોટાદના ખોજાવાડી વિસ્તારમા રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૯૦ કી.રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ બોટાદ ટાઉન પોલીસે નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર બોટાદ ટાઉન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળતા તુરતજ બોટાદ ખોજાવાડીમા રહેતા અકીલભાઇ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશીના મકાનમાં દરોડો કર્યો ત્યારે વિદેશી દારૂ ની બોટલો નંગ-૯૦ કુલ રૂ.૧૮૦૦૦ નો મુદ્દામાલ બોટાદ ટાઉન પોલીસ કબજે કર્યો હતો નાસી છૂટેલા અકીલ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશી (રહે- બોટાદ ખોજાવાડીમા શાંતીરતીના ઘાણા તા.જી.બોટાદ પાછળ)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.