Get The App

શૌચાલયમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
શૌચાલયમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો 1 - image


દારૃ અને બિયરનો જથ્થો રાખનાર શખ્સ ફરાર

વિદેશી દારૃની ૧૯૨ બોટલ અને બિયરના ૪૮ ટીન કબજે લેતી એલસીબી

ભાવનગર :  ભાવનગર શહેરના જૂના બંદર રોડ ઉપર આવેલા રેલવેના પાટા નજીક આવેલ શૌચાલયમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૃનો અને બિયરના ટીનનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે દારૃ અને બિયરનો જથ્થો રાખનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કરચલીયાપરા રાંદલના ચોકમાં રહેતો શખ્સ જુના બંદર રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો કર્યો હતો. પોલીસે ત્રીજા નંબરના શૌચાલયમાં તલાસી લીધી ત્યારે શૌચાલયમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૃની ૧૯૨ બોટલ અને બિયરના ટીન ૪૮ કબજે કર્યા હતા. જ્યારે ઉપેન્દ્ર ભરતભાઈ મકવાણા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઉપેન્દ્ર ભરતભાઈ મકવાણા વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News