આધેડના બેંક ખાતામાંથી રૂ.12.69 ઉપાડી લેનાર ગઠીયો ઝડપાયો
મોબાઈલ નંબરના આઘારે ગઠિયાએ છેતરપિંડી આચરી
સિહોર પોલીસે મોબાઈલ ટ્રેક કરી સુરત ખાતેથી શખ્સને ઉઠાવી લીધો
સિહોર: બોટાદ ખાતે રહેતા આઘેદનું બેંક એકાઉન્ટ શિહોર ખાતે આવેલી એચડીએફસી બેન્ક ખાતૈ હોય અને તેમના બેંક ખાતા સાથે મોબાઈલ નંબર કરાવેલો હોય દરમ્યાનમાં આધેડ નો ફોન ઘણા લાંબા સમય સુધી બંધ રહેતા કંપની દ્વારા આ મોબાઇલ નંબર અન્ય વ્યક્તિને ફાળવી દેવામાં આવ્યો હતો આ મોબાઈલ ધારકે આધેડ ના ખાતામાંથી કટકે કટકે તુ રૂપિયા ઉપાડી ઓનલાઈન અને ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરી રૂ.૧૨.૬૯ લાખની છેતરપિંડી આંચરી હોવાની ફરિયાદ શિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી .આ બનાવ સંદર્ભે સિહોર પોલીસ છેતરપિંડી આચરનાર શખ્સને સુરતથી ઉઠાવી લીધો હતો.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા રહીમભાઈ શાદરૂદિનભાઈ રોયે સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે એવી રીતે કે આ કામના રહીમભાઈનુ શિહોર એચ ડી એફ સી બેંકમા સેવીંગ એકાઉટ છે. અને આ એકાઉંટમા પોતાના મોબાઈલ નંબર જોઈન્ટ કરેલ હતો. પરંતુ મોબાઈલ નંબર લાંબા સમય સુધી બંધ રહ્યો હતો.આ સીમકાર્ડ કંપની દ્વારા અન્ય વ્યક્તિને ફાળવેલ દીધો હતી.આ સીમકાર્ડ સીમ કાર્ડ નંબરનો લાભ ઉઠાવી રહીમભાઈનાં બેંક એકાઉંટમાથી ક્રેડીટ કાર્ડ મેળવી ક્રેડીટ કાર્ડ પર જુદી જુદી તારીખમા રહીમભાઈના ખાતામાં રહેલા રૂપિયા ઼ તથા કેડીટ કાર્ડ મારફતે ઓનલાઈન પેટીએમ તથા ગુગલ પે વિગેરે થી કુલ રૂ.૧૨,૬૯,૮૬૦ ની ખરીદી તેમજ ટ્રાન્સફર કરી હાલ મોબાઈલ ધારકે રહીમભાઈ સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવ સંદર્ભે સિહોર પોલીસે ગિરીશ કાનજીભાઈ મુંજાંણી ( રહે.સુરત વરાછા)ને સુરત ખાતે થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.