મોરબીમાં અંગ્રેજી દારૃની ૫૫૨ બોટલ સાથે શખ્સ ઝડપાયો
૧.૮૪ લાખના દારૃનો જથ્થો કબ્જે
જામનગર, ગોદાવરી, ધ્રોલમાં જુગારના દરોડા
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન
બાતમીને આધારે શ્રધ્ધા પાર્ક સોસાયટી,
યમુના સોસાયટી બાજુમાં નવલખી રોડ મોરબી ખાતેથી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો
કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (ઉ.વ.૪૩)ને ઝડપી લીધો હતો. આરોપીના કબજામાંથી પોલીસે
ઇંગ્લીશ દારૃની બોટલ નંગ ૫૫૨ કિંમત રૃા. ૧,૮૪,૨૦૦ની કિંમતનો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આરોપી વિરૃધ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં જુગાર રમી રહેલા સાહિલ
હાસમભાઈ સમા, રોશનબેન
મહમદભાઈ પટ્ટા, શેરબાનુ
લાખાભાઈ પટ્ટા, રોશનબેન
હાસમભાઈ પટ્ટા તેમજ રિયાઝ ભીખુભાઈ પટ્ટા વગેરેની અટકાયત કરાઇ હતી. જામનગરમાં
ભીમવાસ વિસ્તારમાં જુગાર રમી રહેલા દિપક દેવજીભાઈ ચાવડા અને જગદીશ હરજીભાઈ ચૌહાણની
અટકાયત કરાઇ હતી. ધ્રોલમાં ખાટકીવાસમાં વરલી મટકાના આંકડા લખી રહેલા દાઉદભાઈ
મેમણની પોલીસે અટકાયત કરાઇ હતી.