Get The App

9 વર્ષની માસૂમ બાળા ઉપર બળાત્કારના ચકચારી કેસમાં આધેડને 20 વર્ષની સજા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
9 વર્ષની માસૂમ બાળા ઉપર બળાત્કારના ચકચારી કેસમાં આધેડને 20 વર્ષની સજા 1 - image


- બાપથી પણ મોટી ઉંમરના નરાધમ શખ્સે ઘરમાં બોલાવી આબરૂ લૂંટી હતી

- બે વર્ષ પૂર્વેની ઘટનામાં ભાવનગર કોર્ટનો દાખલારૂપ ચુકાદો, ભોગ બનનારને 6 લાખનું વળતર આપવા હુકમ કર્યો

ભાવનગર : શહેરના ફુલસર રોડ પર રહેતા ઢગાએ તેની દીકરીથી પણ નાની ઉંમરની એક નવ વર્ષની માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટનામાં ભાવનગર કોર્ટે સમાજમાં દાખલો બેઠે તેવી સજાનો ચુકાદો આપી બળાત્કારી આધેડને ૨૦ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત હવસખોરનો ભોગબનનાર બાળકીને છ લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના ફુલસર રોડ, કાંતિનગર, ૨૫ વારિયા, સંસ્કાર વિદ્યાલયની સામે, પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં બોલાવી તેણીની આબરૂ લૂંટી હતી. જે ઘટના પ્રકાશમાં આવતા હવસખોર આધેડ શખ્સ સામે ચોતરફથી ફિટકાર વરસી હતી. જ્યારે બનાવને આફતગ્રસ્તના વાલીએ નરાધમ શખ્સ સામે સ્થાનિક બોતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (એ) (બી), પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લીધો હતો.

દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયેશભાઈ પંડયા, વિજયભાઈ જી. માંડલિયાની ધારદાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી પોક્સો એક્ટની કલમ ૩, ૫, ૬ મુજબના ગુનાના કામે આરોપી હિંમત બઢિયાને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સજા, રોકડ રૂા.૫૦ હજારનો દંડ, જે દંડ ભોગબનનારને ચૂકવવો તેમજ રૂા.૬,૦૦,૦૦૦ કમ્પેન્શેસન સ્કીમમાંથી ભોગબનનારને આપવા અદાલતે હુકમ કર્યો છે.


Google NewsGoogle News