ટાણા બસ સ્ટેન્ડ પાસે બાઈક સ્લીપ થતાં આધેડનું મોત થયું
ભાવનગરના આધેડ ટાણા જઈ રહ્યા હતા
ઈજાગ્રસ્તે સારવાર દરમિયાન હોસ્પિટલ બીછાને દમ તોડયો
સિહોર: સિહોર તાલુકાના ટાણા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા પામેલા ભાવનગરના આધેડનું હોસ્પિટલ બીછાને મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના રીંગ રોડ, લીલાપાર્ક, પ્લોટ નં.૩૪માં રહેતા અનિલભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૫૫) ગત તા.૨-૪ના રોજ તેમનું બાઈક લઈ ટાણા ગામે જઈ રહ્યા હતા. ત્યારે ટાણા ગામના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં પહોંચતા કાબૂ ગુમાવી લેતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જે બનાવમાં અનિલભાઈ જાનીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત આધેડનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પરેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૫૪, રહે, સાગવાડી, કાળિયાબીડ, સીતારામ સ્ટ્રીટ)એ આપેલી જાહેરાતના આધારે સિહોર પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.