ઉમણીયાવદરના ડુંડાસ ચોકડી પાસે ટ્રક બાઈક અથડાતાં આધેડનું મોત

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ઉમણીયાવદરના ડુંડાસ ચોકડી પાસે ટ્રક બાઈક અથડાતાં આધેડનું મોત 1 - image


- યુવાને મામસા નજીકથી આધેડને લિફ્ટ આપી હતી

- યુવાન મોટરસાયકલ લઈને ઉમણીયાવદર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : મહુવાના પ્લોટ વિસ્તાર ખાતે રહેતા યુવાન પોતાનું મોટરસાયકલ લઈને ઉમણીયાવદર ડીહાઇડ્રેશન પ્લાન્ટ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન મામસા નજીક ઉભેલા આધેડને લિફ્ટ આપી હતી દરમ્યાનમાં બંને મોટરસાયકલ પર જતા હતા ત્યારે ડુંડાસ ચોકડી નજીક ટ્રકે અડફેટે લેતા પાછળ બેસેલા આધેડનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું

આ બનાવવાની પ્રાપ્ત થતી વિગત અનુસાર મહુવાના પ્લોટ વિસ્તારમાં રહેતા મગનભાઈ પાંચાભાઇ શિયાળે મહુવા પોલીસ મથકમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે,મગનભાઈ અને મનુભાઈ કાળુભાઈ ઉ.વ ૫૫ (રહે પાદરગઢ તા. ધારી) બંન્ને મારી ઉપરોક્ત નંબર જીજે ૦૧ એસડી ૮૪૩૧ ની મોટરસાયકલ લઇ ડીહાઈડ્રેસન કારખાનેથી ઉમણીયાવદર જતો હતો ત્યારે જલારામ પેટ્રોલપંપ ડુંડાસ ચોકડી પાસે પહોંચતા સાવરકુંડલા રોડ તરફથી ટ્રક જેના નંબર જી.જે.-૦૩-બી ડબલ્યુ-૪૧૧૪ નો ચાલક તેનો ટ્રક પુરજડપે અને બેફીરાઈ થી ચલાવી આવી મારી પાછલ બેસેલ વ્યક્તીને ટલ્લો મારી રોડ ઉપર પડતા તે ટ્રક ના પાછળના વ્હીલમા આવી જતા ગંભીર ઈજા થતાં મનુભાઈનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.દરમિયાનમાં મગનભાઈ ડાબા હાથના કાંડા મા સામાન્ય છોલાણ થયેલ અને આ ટ્રક ચાલક તેનો ટ્રક મુકી નાસી છૂટયો હોવાની ફરિયાદ ટ્રક ચાલક વિરુધ્ધ નોંધાતા પોલીસે ટ્રકચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News