Get The App

ટોબર ગામે વાડીના કૂવામાં પડી જતા પ્રૌઢે જીવ ગુમાવ્યો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ટોબર ગામે વાડીના કૂવામાં પડી જતા પ્રૌઢે જીવ ગુમાવ્યો 1 - image


દ્વારકા પંથકમાં ડૂબી જતાં ૩નાં મોત

ઓખાના દરિયામાં ડૂબી જતા બ માછીમારોના મોત

ખંભાળિયા :  દ્વારકા પંથકમાં પાણીમાં ડૂબી જતા ૩ના મોત થયા હતા. ટોબર ગામે કૂવામાં પટકાતા પાણીમાં ડૂબી જતા પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઓખાના દરિયામાં ડૂબી જતા બે માછીમારોના મોત થયા હતા.

દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં પોરબંદર તાલુકાના છાયા વિસ્તારમાં રહેતા રાણાભાઈ રાજશીભાઈ મહિડા નામના ૫૫ વર્ષના પ્રૌઢનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના મૂળ રહીશ એવા વિલાશભાઈ રધ્યાભાઈ ગોરાત નામના ૩૦ વર્ષના માછીમાર યુવાન ઓખા નજીકના ૧૧ નોટિકલ દૂર દરિયામાં બોટમાં લઘુશંકા માટે ઉઠયા બાદ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ સજીતભાઈ વિષ્ણુભાઈએ ઓખા મરીન પોલીસને કરી છે.

આ જ રીતે ઓખામાં નજીકના દરિયામાં માછીમારી કરી રહેલા સુનિલભાઈ બાબુભાઈ પટેલ (રહે. ગુંદલાવ ગામ, તા. વલસાડ) નામના ૪૮ વર્ષના યુવાનનું પણ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.


Google NewsGoogle News