સિદસરનો શખ્સ પિસ્ટલ અને જીવતા કાર્ટિઝ સાથે ઝડપાયો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સિદસરનો શખ્સ પિસ્ટલ અને જીવતા કાર્ટિઝ સાથે ઝડપાયો 1 - image


- સિદસર ગામે ચબુતરા પાસે ઉભો હતો ત્યાં એસઓજીએ દબોચી લીધો

- બે માસ પૂર્વે એમ.પી./સુરત તરફથી હથિયાર લાવ્યાના ગોળગોળ જવાબ આપી પોલીસને ચકરાવે ચડાવી

ભાવનગર : સિદસર ગામે જૂના જકાતનાકા, ચબુતરા પાસે પિસ્ટલ અને જીવતા કાર્ટિઝ લઈને ઉભેલા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે દબોચી લઈ પૂછતાછ કરતા બે માસ પૂર્વે એમ.પી./સુરત તરફથી હથિયાર લાવ્યાના ગોળગોળ જવાબ આપી પોલીસને ચકરાવે ચડાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર ગામે આવેલ જૂના જકાતનાકા નજીક ચબુતરા પાસે મધરાત્રિના સમયે એક શખ્સ પિસ્ટલ જેવું હથિયાર લઈને ઉભો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલી ભાવનગર એસઓજીની ટીમે દરોડો પાડી મકાન લે-વેચનો ધંધો કરતો પરેશ ઉર્ફે પી.કે. કાવાભાઈ ચાવડા (ઉ.વ.૩૨, રહે, મેઘાનગર, વિશ્રામવાડીની બાજુમાં, સિદસર) ગામના શખ્સને ઝડપી લઈ તેના પેન્ટના નેફામાંથી એક પિસ્ટલ અને મેગ્જીનમાં લોડ કરેલા છ જીવતા કાર્ટિઝ કબજે કર્યા હતા. બાદમાં એસઓજીએ પિસ્ટલ બાબતે પૂછતાછ કરતા આ પિસ્ટલ શખ્સે આજથી બે મહિના પહેલા એમ.પી./સુરત બાજુથી લાવ્યાનો ગોળગોળ જવાબ આપ્યો હતોે. ઘટના અંગે પરેશ ઉર્ફે પી.કે. ચાવડા સામે એસઓજીએ વરતેજ પોલીસમાં હથિયારધારાની કલમ ૨૫ (૧), ૨૫(૧-બી) (એ) મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.


Google NewsGoogle News