Get The App

શહેરમાં સાંસદ મહિલા ખેલ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
શહેરમાં સાંસદ મહિલા ખેલ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો 1 - image


- ખેલ મહોત્સવની જુદી જુદી સ્પર્ધામાં વિજય મેળવવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી 

- ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ, લાંબીકુદ, ગોળાફેંક, 100 મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી વગેરે સ્પર્ધા યોજાઈ 

ભાવનગર : ભાવનરગ શહેરમાં સાંસદ મહિલા ખેલ મહોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી.  

ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ ખાતે બે દિવસ સાંસદ મહિલા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર અને બોટાદ સંસદીય વિસ્તારના મહિલાઓ માટે આ રમતોત્સવમાં વ્યક્તિગત તેમજ ટીમ એમ બે ભાગમાં આયોજન કરવામાં આવ્યુ હતું. ગત શનિવારના રોજ  ટીમ રમતો અને આજે રવિવારે વ્યક્તિગત રમતો યોજાનાર છે. જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ ૨,૯૪૫ બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ ૪૦૩ ટીમનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. રજીસ્ટ્રેશનની સરખામણીએ ઓછા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાસંદ મહિલા ખેલ મહોત્સવમાં ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ, લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશીની રમતની સ્પર્ધા યોજાઇ હતી. આ બધા મહિલા રમતવીરોને પ્રમાણપત્રો, શિલ્ડ તથા પ્રથમ, દ્રીતિય, તૃતીય નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમના અંતે મહિલા સાંસદે જણાવ્યુ હતુ કે, સાંસદ મહિલા ખેલને લીધે આજે મહિલાઓએ રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આગળ વધવું એવો જુના ખ્યાલ બદલીને આજે સ્પોર્ટ્સમાં પણ આગળ વધી શકાય છે, કારકિર્દી બનાવી શકાય છે અને પોતાના સાથે સમાજનું નામ રોશન કરી શકાય છે તેવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે. વિકસિત ભારત દેશના નિર્માણ કરવા માટે આ રમતનું દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. 


Google NewsGoogle News