વાંકાનેરના લુણસર ગામનાં તળાવમાં અસંખ્ય માછલીઓ ટપોટપ મરી ગઇ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
વાંકાનેરના લુણસર ગામનાં તળાવમાં અસંખ્ય માછલીઓ ટપોટપ મરી ગઇ 1 - image


- ઓછો વરસાદ, ઓછું પાણી, જળ પ્રદૂષણના કારણે

- તળાવના કાંઠે મહિલાઓ કપડાં ધોતી હોવાથી ડિટરજન્ટ, કેમિકલવાળું પાણી તળાવમાં પ્રવેશ્યું, ભારે તાપ અને જળ પ્રદૂષણ મોતનું કારણ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લાં ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. હાલ મૃત માછલીના ઢગલા થયા છે. 

મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણેક  દિવસથી વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં આવેલ તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. જેમાં ગઇકાલે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા તળાવની ફરતે કાંઠાના ભાગે માછલીઓના મૃતદેહોનાં ઢગલાં જોવા મળી રહ્યા છે. 

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વર્ષે ઓછો વરસાદ થયો છે. ત્યારે ગામના લોકો તળાવના પાણીમાં કપડાં ધોવા ઉપરાંત ઢોર ઢાંખરને પાણી પાવા માટે આવે છે અને પાણી ઓછું હોય તેમજ છેલ્લા બે દિવસથી પડી રહેલા તાપને કારણે પણ માછલીઓ મરી રહી હોવાનું મનાય રહ્યું છે.

મદ્રેસાના બાળકો સાથે ઉસ્તાદ અને ટ્રસ્ટીએ આચરેલા સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યના કારણે માંગરોળ પંથકમાં ચકચાર વ્યાપી છે ત્યારે, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ એ અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News