પોરબંદરમાં યુવતીનું સ્કૂટર બીજી વખત બોયફ્રેન્ડે સળગાવી નાંખ્યું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
પોરબંદરમાં યુવતીનું સ્કૂટર બીજી વખત બોયફ્રેન્ડે સળગાવી નાંખ્યું 1 - image


સત્યનારાયણ મંદિર પાસેનાં વિસ્તારનો ચકચારી બનાવ

છરી લઈને ધમાલ મચાવવા આવેલો બોયફ્રેન્ડ પોલીસ વાન જોઈને નાસી ગયા બાદ મોડી રાત્રે ફરી આવીને સ્કૂટરને આગ ચાંપી નાસી ગયો

પોરબંદર: પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતીનું મોપેડ તેના બોયફ્રેન્ડે સળગાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ ેએક વર્ષ પહેલા આ યુવાને યુવતીનું મોપેડ સળગાવ્યાનો ગુન્હો દાખલ થયો હતો.

પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી નામની રપ વર્ષની યુવતીએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તે તથા તેની માતા તરૂણાબેન તથા જય રાઠોડ ઘરે નીચે શો રૂમમાં હાજર હતા, ત્યારે આશરે નવેક વાગ્યે ચેતન ગગુભાઈ પરમાર તથા મનાલ દવે છરી લઈ રોડ ઉપર આવેલ અને રિયા  ત્યાં ઉભી હતી, જેથી ચેતને કહેલું કે તને મારી નાખવી છે. જેથી તે દોડીને ઉપરના રૂમમાં જતી રહી હતી. અને મનાલે છરી તેની પાસેથી ઝૂંટવી લીધી હતી. તે પછી બન્ને જણા ત્યાં ઉભી જેમતેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી તથા ઘર સળગાવી દેવાની ધમકી આપતા હતા અને જેમ તેમ બોલતા હતા. રિયાએ તુરત જ ક્ષ૦૦ નંબરમાં ફોન કરતા એ બન્ને ઉભા હતા અને ૧૦૦ નંબરની પોલીસ વાનને જોઈ સ્કૂટર લઈને જતા રહ્યા હતા. તે પછી રિયા અને ઘરના બધા સભ્યો નીચે તાળું મારી ઉપર જતા રહ્યા હતા. તે દરમ્યાન મોડી રાત્રે પાડોશી યોગેશભાઈનો ફોન આવેલો કે તમારૂ સ્કૂટર સળગે છે. 

જેથી રિયા અને બધા પરિવારના સભ્યોએ અગાસીની બાલકનીમાં આવી જોયું તો સ્કુટર સળગતું હતું, જેથી તુરંત જ ૧૦૦ નંબર તથા ફાયર બ્રિગેડને ફોન કરેલ અને ફાયરબ્રિગેડ તથા પોલીસની જીપ આવી હતી. તે પછી પોલીસ સાથે કમલાબાગ મથક ખાતે આવીને ગુન્હો નોંધાવ્યો છે. જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે અગાઉ રિયાને ચેતન સાથે ફ્રેન્ડશીપ હતી અને તેની સાથે હવે બનતું ન હોય જેથી તે બોલાવે ત્યારે રિયા જતી ન હોય જેના કારણે આ ચેતન તથા તેનો મિત્ર મનાલ  દવેએ છરી સાથે આવી જેમ તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી બાદ ફરી વખત આવી સ્કુટર સળગાવીને નુકસાન કરેલું હોય, તેથી તેની સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ રિયા ગોસ્વામીએ એકાદ વર્ષ પહેલા પણ તેના બોયફ્રેન્ડે તેનું સ્કૂટર સળગાવી નાખ્યું હતું. તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરીથી એક વખત વધુ એક સ્કુટર સળગાવ્યાનો ગુન્હો ચેતન ગગુ પરમાર સામે દાખલ થયો છે.


Google NewsGoogle News