અપહરણ-એટ્રોસિટીના ગુનામાં ફરાર શખ્સ દારૂનો મોટા જથ્થા સાથે પકડાયો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
અપહરણ-એટ્રોસિટીના ગુનામાં ફરાર શખ્સ દારૂનો મોટા જથ્થા સાથે પકડાયો 1 - image


- ગોરડકા ગામે મકાનમાં છાપો મારી દારૂના 528 ચપટાં કબજે લેવાયા

- હાલ સુરત રહેતા બુટલેગરે દારૂ કયાંથી લાવ્યો ? તેની પૂછતાછમાં મગનું નામ મરી ન પાડયું

ભાવનગર : બોટાદ પોલીસમાં અપહરણ અને એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા શખ્સના ગોરડકા ગામ સ્થિત મકાનમાં પોલીસે છાપો મારી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના ગોરડકા ગામે હીરાવાડીમાં રહેતો બુટલેગર લાલજી વલ્લભભાઈ સાકળિયા (રહે, હાલ કોસાડ ગામ, જલારામ રેસીડન્સી, ફ્લેટ નં.૪૦૪માં ભાડેથી, તા.જિ.સુરત) નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આજે રવિવારે બપોરના સમયે દરોડો પાડી મકાનમાં તલાશી લેતા ખાતરની ત્રણ પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂની નાની બોટલ નં.૫૨૫ (કિ.રૂા.૫૨,૮૦૦) મળી આવતા પોલીસે શખ્સની બે મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ કયાંથી લાવ્યો ? તે અંગેની પૂછતાછ કરતા શખ્સે મગનું નામ મરી પાડયું ન હતું. વધુમાં લાલજી ઉર્ફે કાળુ સાકળિયા સામે બોટાદ પોલીસ મથકમાં અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હોય, તે ગુનાના કામે નાસતો-ફરતો હોવાની કબૂલાત આપી હતી. બનાવ અંગે પોલીસે શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News