આઇપીઓમાં રોકાણના નામે ૨.૨૩ કરોડની ઠગાઇ કરનાર ઝડપાયો
એલસીબી ઝોન-૨ના સ્ટાફે અમદાવાદથી સકંજામાં લીધો
આરોપી મૂળ જૂનાગઢનો, શેર બજારમાં નાણાં ગુમાવતા ઠગાઇ કર્યાનું રટણ
આરોપી વિરૃધ્ધ ગઇ તા. ૩૦-૬-૨૦૨૪ના રોજ ગાંધીગ્રામ-૨ પોલીસ
મથકમાં જીજ્ઞોશભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી. તેના ઉપરાંત અન્ય લોકોને આઈપીઓમાં
રોકાણ કરવાથી ઊંચા નફાની લાલચ આપી આરોપી પ્રકાશે છેતરપિંડી કરી હતી. છેલ્લા ઘણા
સમયથી આરોપી પ્રકાશને પોલીસ શોધતી હતી પરંતુ મળતો ન હતો.
આખરે એલસીબી ઝોન-૨ના સ્ટાફે તેને ચોક્કસ માહિતીના આધારે
અમદાવાદથી ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ રાજકોટમાં સત્યસાંઇ
હોસ્પિટલ રોડ પર આસોપાલવ સ્પ્રિગ્સમાં રહેતો હતો. આરોપી મૂળ જૂનાગઢનો છે. શેર
બ્રોકર તરીકે કામ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં શેર બજારમાં નાણા ગુમાવતા ઠગાઇ
કર્યાનું રટણ કરી રહ્યો છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર મેળવી
પોલીસે તપાસ આગળ ધપાવી છે.