Get The App

સરતાનપર રોડ પર ગેસની લાઈનમાં લીકેજથી આગ લાગતાં અફડાતફડી

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
સરતાનપર રોડ પર ગેસની લાઈનમાં લીકેજથી આગ લાગતાં અફડાતફડી 1 - image


- મોરબીમાં ફાયર બ્રિગેડ, ગેસ કંપનીની ટીમ, વીજતંત્રની ટીમ દોડી

- મૃત ગાયને દાટતી વખતે જેસીબીથી ગેસની લાઈન તૂટતા ગેસ લીક થતા ચાલક ગભરાઈ જવાથી જેસીબી વીજ તારને અડકી જતા આગ

મોરબી  : મોરબીના સરતાનપર રોડ પાસે ગેસની લાઇનમાં લીકેજથી આગત લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. મોરબીના સરતાનપર રોડ ઉપર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી. જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અલબત્ત ફાયર વિભાગ અને ગુજરાત ગેસના અધિકારીઓ બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે ગુજરાત ગેસના અધિકારી કમલેશ કટારીયાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના સરતાનપર રોડ પર સ્વેલ ગ્રેનાઈટો પાસે જેસીબી મારફતે મૃત ગાયને દાટવામાં આવી રહી હતી. એ સમયે અકસ્માતે જેસીબી દ્વારા ગેસની એક તૂટી ગઈ હતી જેને કારણે ગેસ લીક થયો હતો અને ગેસ લીક થવાના કારણે જેસીબીનો ચાલક ગભરાઈ જતા જેસીબી ઇલેક્ટ્રીક તારને અડકી જતા અને ગેસ લીક તથા આગજનીનો બનાવ બન્યો હતો.

આ બનાવને પગલે મોરબી નગરપાલિકાનલનો ફાયર વિભાગ, પીજીવીસીએલની ટીમ અને ગુજરાત ગેસના અધિકારીઓને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણેયના સંકલનથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ હતી અને ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ગેસ લીકેજના કારણે જે જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી ત્યાં રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું. અને ગેસના પ્રવાહને અટકાવવામાં આવ્યો હતો.


Google NewsGoogle News