સુભાષનગરની ડ્રેનેજ લાઈનમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સુભાષનગરની ડ્રેનેજ લાઈનમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી 1 - image


ગટરના ગેસથી સાવધાની રાખવી જરૂરી, દુર્ઘટના સર્જી શકે

ગટરના ચાર ઢાંકણાં ખોલી ફાયર સ્ટાફે પાણીનો છંટકાવી કરી આગ હોલવી

ભાવનગર: શહેરમાં આગ લાગ્યાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સુભાષનગર, શહેર ફરતી સડક વિસ્તારમાં આવેલી એક ડ્રેનેજ લાઈનમાંથી ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર સ્ટાફે દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ હોલવી નાંખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સુભાષનગર, શહેર ફરતી સડક, શ્રમજીવી અખાડા પાછળ, ૫૦ વારિયા, પ્લોટ નં.૮૪/એ નજીક આવેલા લીંબડિયા હનુમાનજી મંદિર પાસેની બંધ ડ્રેનેજ લાઈનમાંથી આજે શુક્રવારે બપોરના સમયે ગેસ લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે મારતી ગાડીએ દોડી જઈ તપાસ કરતા ગટર લાઈનમાં લાગેલી આગ વધુ પ્રસરી હતી. જેથી આજુબાજુમાં આવેલી ગટરના ચાર ઢાંકણાં ખોલી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં ગટર સાફ કરવા ઉતરેલા કામદારોના ગેસ ગળતરના કારણે મૃત્યુ થયાની ઘટનાઓ બની છે. આ ગટરના ગેસ દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.


Google NewsGoogle News