બોટાદના પાળિયાદ ગામે બાઈક સ્લીપ થતાં ખેતમજૂરનું મોત થયું

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
બોટાદના પાળિયાદ ગામે બાઈક સ્લીપ થતાં ખેતમજૂરનું મોત થયું 1 - image


- ઈજા છતાં આખી રાત કોઈને વાત ન કરી વાડીએ જ સૂતા રહ્યાં

- અમદાવાદ હોસ્પિટલમાં દમ તોડી દીધો, પુત્રે મૃતક પિતા સામે ગુનો દાખલ કરાવ્યો

ભાવનગર : બોટાદ તાલુકાના પાળિયાદ ગામે બાઈક સ્લીપ થતાં ખેતમજૂરનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના પાળિયાદ ગામે ભદ્રાવડી રોડ પર રહેતા અને ગામની સીમાં આવેલ ભીખાભાઈ ભગવાનભાઈ મોકાણી (રહે, પાળિયાદ, હાલ અમદાવાદ)ની વાડીએ ભાગિયું રાખી ખેતમજૂરી કામ કરતા મનસુખભાઈ જીવરાજભાઈ બાવળિયા ગત તા.૨૯-૭ના રોજ રાત્રિના સમયે બાઈક નં.જીજે.૦૧.બીએફ.૧૩૯૬નું લઈ વાડીએ પાણી વાળવા ગયા હતા. ત્યારે વાડીના ઝાપા પાસે પહોંચતા અચાનક બાઈક સ્લીપ થઈ જતાં ઈજા  થઈ હતી. તેમ છતાં તેમણે આખી રાત કોઈને બાઈક સ્લીપ થવા અંગેની વાત કરી ન હતી અને વાડીએ જ સૂઈ ગયા હતા. બીજા દિવસે તેઓના પત્ની અને પુત્ર વાડીએ આવતા રાત્રે બનેલા બનાવની વાત અને દુઃખાવો થતો હોવાની જાણ કરતા તેઓને સારવાર માટે પ્રથમ ટીંબી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતા જ દુઃખાવો વધતા હોસ્પિટલના ગેટ બહારથી બારોબાર ખાનગી વાહન કરી ભાવનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેઓનું ગત તા.૩-૮ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટના અંગે મેહુલભાઈ મનસુભાઈ બાવળિયા (ઉ.વ.૨૧)એ તેના મૃતક પિતા મનસુખભાઈ બાવળિયા સામે પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News