Get The App

શહેરમાં બુધવારે રામનવમી પર્વે રંગદર્શી શોભાયાત્રા યોજાશે

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
શહેરમાં બુધવારે રામનવમી પર્વે રંગદર્શી શોભાયાત્રા યોજાશે 1 - image


- વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સમિતિના ઉપક્રમે

- શોભાયાત્રામાં અખાડા, મિનિ ટ્રેન તેમજ નટખટ વાનર અને ફલોટસ જોડાશે જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે 

ભાવનગર : દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડના રામજી મંદિરોમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવની  તા.૧૭ એપ્રિલે  ઉજવણી કરાશે.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન રામલલ્લાની એક વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા નિકળશે. જે વાજતે-ગાજતે શહેરના મુખ્ય રાજમાર્ગો  પર ફરશે. 

શ્રીરામ જન્મ મહોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા ૧૯૯૨ થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રીરામલલાની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પરથી નીકળતી હતી.જે મુજબ આ વર્ષે પણ તા.૧૭ને બુધવારે શહેરના  પરિમલ પાસે આવેલ શ્રી રામમહલ (તપસ્વી બાપુની જગ્યા)થી સાંજે ૪ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન થશે. જેમાં ભાવનગરના સાધુ-સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ અખાડા, મિનિ ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફલોટસ જોવા મળશે જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રીરામ મહલથી પ્રસ્થાન થઈ આ શોભાયાત્રા સહકારી હાટ, ઝૂલેલાલ ચોક, સંત કંવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી, જશોનાથ ચોક, વાસણઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર, ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઈબ્રેરી, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજયગુરુ ચોક, નવાપરા, પીપળીયા હનુમાનજીના મંદિરે થઈ ભીડભંજન મહાદેવ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને તેવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી. જે ગત ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના નવનિમત રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ-પ્રતિા થઈ તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્પ પૂર્ણ થતા લોકોમાં આ શોભાયાત્રાને લઈ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હોય, ત્યારે આ વર્ષની શોભાયાત્રામાં હિન્દુ એકતાને અખંડીત રાખવાના હેતુ સાથે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાય અને ફરી વખત આ જ વર્ષે રામમય વાતાવરણ બને તે માટે સમગ્ર હિન્દુ સમાજને આવાહન કરાયુ છે તેમ વિશ્વ હિન્દુ પરિષદ, ભાવનગર મહાનગરના અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું હતું. આ નિમીત્તે રામ મહલ (તપસીબાવાની વાડી) અને રામમંત્ર મંદિર સહિતના ધર્મસ્થાનકોના સંકુલમાં તેમજ વાઘાવાડી રોડ, પરીમલ સહિતના શોભાયાત્રાના માર્ગો પર કલાત્મક સુશોભન અને શણગાર કરાયા છે. 


Google NewsGoogle News