બિહારના વેપારીએ જેતપુરના સાડીના કારખાનેદારને 3 લાખનો ધૂંબો માર્યો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
બિહારના વેપારીએ જેતપુરના સાડીના કારખાનેદારને 3 લાખનો ધૂંબો માર્યો 1 - image


ઉધારીમાં સાડી ખરીદી રકમ ન ચૂકવી

બાકી રકમની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચૂકવી ઠગાઇ કરતા ફરિયાદઃ પોલીસે તપાસ બિહાર ભણી લંબાવી

જેતપુર :  જેતપુરમાં રહેતા સાડીના કારખાનેદાર પાસેથી ઉધારીમાં પ્રીન્ટેડ સાડીનો જથ્થો મેળવી ૩ લાખની રકમ નહીં આપી ઠગાઈ વિર્શ્વાસઘાત કર્યાની બિહારના સીકંદરપુરના વેપારી સામે કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે. જેતપુર પોલીસે બિહાર અર્થે તપાસ ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી છે.

જેતપુરના સાડીના કારખાનેદાર વિનોદભાઈ વલ્લભભાઈ ઢાંકેચા (ઉ.વ.૫૨)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવાયા મુજબ બિહારના મુઝાફરપુર જિલ્લાના સીકંદરપુર ગામના વેપારી રોનક બજાજ સાથે બે વર્ષ પહેલા ફરિયાદીની આરોપી સાથે ઓળખાણ થયા બાદ તેની પાસેથી અવાર નવાર પ્રીન્ટેડ સાડીનો જથ્થો મગાવતો હતો. છેલ્લે આરોપીએ ફરિયાદી પાસેથી પ્રીન્ટેડ સાડીનો ઓર્ડર આપ્યો હતો જે પેટે ફરિયાદીએ ૫.૬૬ લાખની પ્રીન્ટેડ સાડીનો જથ્થો આરોપીને ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા કટકે કટકે ૨.૬૩ લાખ  ફરિયાદીને ચુકવી દીધા હતા. અને બાકી નિકળતા ૩.૦૩ લાખની રકમની અવાર નવાર ઉઘરાણી કરવા જતા આજ દિન સુધી પૈસા નહીં ચુકવી ઠગાઈ-વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ બીહાર તપાસ અર્થે જવા રવાના કરનાર હોવાનું જણાવ્યું છે. આ બનાવની તપાસ પીએસઆઈ એમ.કે. મનાત ચલાવી રહ્યા છે.

 

rajkofrau

Google NewsGoogle News