ગઢડાના વાવડી ગામે બોગસ તબીબ પકડાયો
ગોરડકાનો શખ્સ ડિગ્રી વિના દવાખાનું ચલાવતો હતો
બોટાદ એસઓજીએ દવા, બાટલા, સીરીજ, નિડલ, બીપી મીટર, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ગઢડા: ગઢડા (સ્વામીના) તાલુકાના વાવડી ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતા ગોરડકાના ઘોડાછાપ તબીબને બોટાદ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના ગોરડકા ગામે રહેતો અતુલ વજુભાઈ ઓતરાદી નામનો શખ્સ વાવડી ગામે માંડવધાર રોડ પર રાજુભાઈ ભરવાડના મકાનની દુકાનમાં કોઈપણ જાતની ડિગ્રી વિના પોતે તબીબ હોવાની ઓળખ આપી પ્રાઈવેટ દવાખાનું ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે આજે ગુરૂવારે સાંજના દરોડો પાડતા અતુલ ઓતરાદી (ઉ.વ.આ.૨૪)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી દવાની ટીકડીઓ, બાટલા, સિરીજ, નિડલ, બીપી મીટર, રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શખ્સ સામે ગઢડા પોલીસમાં બીએનએસની કલમ ૩૧૯, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ-૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.