જાફરાબાદમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
સામા કાંઠા વિસ્તારમાં તંત્રએ દરોડો પાડયો
એલોપથી દવાના જથ્થો, તબીબી સાધનો મળી કુલ રૃા. ૩૭ હજારનો મુદ્દામાલ કબજે કરાયો
પ્રાપ્ત માહિતી,
જાફરાબાદ શહેરના સામા કાંઠા વિસ્તારમાંથી તંત્ર દ્વારા રેઇડ કરી બોગસ ડોકટર
ઝડપી પાડવામાં આવ્યો હતો. અહીં દાઉદભાઈ ઇસાભાઈ કરૃડ નામનો ૫૪ વર્ષીય શખ્સ કોઈ પણ
સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવી દર્દીઓ
પાસેથી ફી વસુલ કરી સારવાર કરી રહ્યો હતો. અહીં સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર
દ્વારા રેઇડ કરીને બોગસ ડોકટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ પાસેથી એલોપેથિક
દવાઓ અને મેડિકલને લગતા સાધન સામગ્રી વસ્તુ નંગ ૫૮ જેની કુલ કિંમત રૃા. ૩૭,૭૬૨.૪૮ નો
મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ શખ્સ દ્વારા લોકોના જીવને જોખમમાં નાખે તેવી
પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી અને લોકો સાથે ચેડા કર્યા હતા.
આ અંગે જાફરાબાદ મરીન પોલીસ મથક ખાતે ડેન્ટલ મેડિકલ ઓફિસર સીએચસી ડો.કૃપેશ હસમુખલાલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ,ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટની અલગ - અલગ કલમો લગાવી ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી.