લાલાવદરમાં તળાવમાં ન્હાવા પડેલા ૧૨ વર્ષીય તરૃણનું મોત

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
લાલાવદરમાં તળાવમાં ન્હાવા પડેલા ૧૨ વર્ષીય તરૃણનું મોત 1 - image


ચિતલના રાંઢિયા ગામે ડૂબી જવાની ઘટના બાદ

રવિવારની રજા હોવાથી ૫ થી ૬ બાળકો તળાવે ન્હાવા ગયા અને દુર્ઘટના બની

અમરેલી :  શનિવારે ચિતલ નજીક રાંઢિયા ગામે ન્હાવા પડેલા બાળકો પૈકી બે પિતરાઇ ભાઈ ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં એકનું મૃત્યુ નિપજ્યાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં આજે અમરેલી નજીકના લાલાવદર ગામે રવિવારની રજા સબબ ઘરે રહેલા વિદ્યાર્થીઓ પૈકીના ૬ વિદ્યાર્થીઓ સ્થાનિક તળાવમાં ન્હાવા ગયા પછી એક બાળકનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

અમરેલી તાલુકાના લાલાવ દર ગામે તળાવમાં ૫થી ૬ જેટલા વિદ્યાર્થીઓ ન્હાવા માટે ગયા હતા તેમાં તળાવના ઉંડા ખાડામાં ડૂબી જવાથી આદિવાસી પરિવારના બાળકનું મોત થતાં શોકનો માહોલ છવાયો હતો.

અમરેલી તાલુકાના લાલાવદર ગામે રહેતા આદિવાસી અર્જુન બારૈયા (ઉ.વ.૧૧) ધો. ૬માં અભ્યાસ કરતો હતો તે અને તેના મિત્રો લાલાવદર ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે અર્જુન બારૈયા નામનાં બાળક તળાવમાં આવેલ ઉંડા ખાડામાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટનાની જાણ લાલાવદર ગામમાં થતા ગામલોકો આ તળાવ પાસે આવી અર્જુનના મૃતદેહને બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.  ઘટનાની જાણ અમરેલી પોલીસમાં થતાં અમરેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News