રોયલ કોમ્પ.નાં બેઝમેન્ટમાંથી 500ના દરની 95 ડુપ્લીકેટ નકલી નોટ ઝડપાઈ
ભાવનગરમાંથી ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટ મળવાનો સિલસીલો યથાવત
બિનવારસી હાલતે મળેલાં જથ્થાને લઈ આઇજી,એસપી સહિતના પોલીસ અધિકારીઓના સ્થળ પર ધામા ઃ કોમ્પલેક્ષમાં સર્ચ હાથ ધરાયું
બનાવની વિગત એવી છે કે, શહેરના હજૂરપાયગા રોડ પર આવેલા રોયલ કોમ્પલેક્ષ પ્રિન્ટીંગ માટેનું હબ ગણાય છે. દરમિયાનમાં અહીં કોમ્પ્લેક્ષના બેઝમેટન્ટમાં પડેલાં કચરાના ઢગમાં ભારતીય ચલણની રૂ.૫૦૦ નાં દરની ડુપ્લીકેટ નોટ બિનવારસી હાલતમાં પડી હોવાની પોલીસને જાણ થતાં સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કચરના ઢગમાં વિખયરાયેલી હાલતમાં પડેલી ભારતીય ચલણની રૂ.૫૦૦ના દરની ૯૫ ડુપ્લીકેટ નોટ કબ્જે કરી હતી. જયારેસ, બનાવની ગંભીરતાના પગલે ભાવનગર રેન્જ આઇજી ,ભાવનગર જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુંસાર, કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી ડુપ્લીકેટ નોટ મળવાના મામલે પોલીસની અલગ-અલગ ટીમે સમગ્ર કોમ્પલેક્ષમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.ઉપરાંત, આ ડુપ્લીકેટ નોટ કોમ્પલેક્ષમાં જ પ્રિન્ટ કરવામાં આવી છે કે કોઈ શખ્સ બહારથી આવીને અહીં ફેંકી ગયો છે.તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત, પોલીસ દ્વારા કોમ્પલેક્ષ અને તેની આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ પોલીસને કોઈ કડી હાથ લાગી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાંજ મુંબઈમાં નકલી નોટ સાથે ભાવનગર શખ્સ પકડાયો છે.તેની સાથે સાથ ભાવનગરમાંથી નકલી નોટોના રેકેટ પણ પકડાયું હતું. ભાવનગરમાંથી અને ભાવનગરના સખ્સો દ્વારા ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટ ઝડપાઈજ વાના મામલા વધ્યા છેત્યારે આ તમામ બાબતોને સાંકળીને અલગ-અલગ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું.