હાદાનગરમાં ચાર મહિલા સહિત 9 જુગારી ઝડપાયા
જાહેર જગ્યામાં હાથકાપના જુગારની બાજી માંડીને બેઠા હતા
એલસીબીએ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો
ભાવનગર: શહેરના હાદાનગર વિસ્તારમાં હાથકાપના જુગારની બાજી માંડીને બેઠેલા ચાર મહિલા સહિત ૯ જુગારીને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ બોરતળાવ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હાદાનગર, શિવશક્તિ સોસાયટી-૦૨૫, પ્લોટ નં.૮૭/બી, મુકેશભાઈ મેટાલિયાના મકાન સામેની દિવાસ નજીક કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે દરોડો પાડી અજય મુકેશભાઈ મેટાલિયા, સૂર્યરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ, યશપાલસિંહ રઘુભા સરવૈયા, યાસીન હનીફભાઈ નાગોરી, રાજુ બટુકભાઈ મકવાણા, સંગીતાબેન રાજેશભાઈ રાઠોડ અને ચાર મહિલા સહિતના નવ પત્તાપ્રેમીને ઝડપી લઈ રોકડ, ગંજીપાનાનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે બોરતળાવ પોલીસમાં જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.