શહેરના સુભાષનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ ગયા

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
શહેરના સુભાષનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ ગયા 1 - image


- બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે રેડ

- રૂા. 1.33 લાખનો મુદ્દામાલ કબ્જે લેતી એલસીબી પોલીસ

ભાવનગર : શહેરના સુભાષનગરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા આઠ શખ્સો રૂા. ૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફને અગાઉ બાતમી રાહે હકિકત મળેલ કે,જયપાલ ઉર્ફે જસપાલ બનેસંગભાઇ ચુડાસમા (રહે.પ્લોટ નંબર-૧૫૭, જુની પીપલ્સ સોસાયટી, સુભાષનગર, ભાવનગર) તેનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આથક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી આધારે આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં  જયપાલ ઉર્ફે જસપાલ બનેસંગભાઇ ચુડાસમા (ઉ.વ.૨૪, રહે.પ્લોટ નંબર-૧૫૭/ જુની પીપલ સોસાયટી, સુભાષનગર, ભાવનગર), સામતભાઇ માધાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫, રહે.ચોકીદારની ઓરડીમાં, ગંગાભવન કોમ્પલેક્ષ, કાળુભા રોડ,  ભાવનગર મુળ-કરેડા, તા.ઘોઘા જી.ભાવનગર), કિશોરભાઇ જેરામભાઇ જાદવ (ઉ.વ.૩૫, રહે.પ્લોટ નં.૧૨/બી,ત્રિલોચન સોસાયટી,જે.સી.ભવનની બાજુમાં, ઘોઘા જકાત નાકા, ભાવનગર), કિશોરભાઇ ગોબરભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫, રહે.કરેડા, તા.ઘોઘા જી.ભાવનગર), મુકેશભાઇ ભગતભાઇ દિહોરા (ઉ.વ.૩૨, રહે.વાડી વિસ્તાર, કરેડા, તા.ઘોઘા જી.ભાવનગર), રવિ વિનુભાઇ ઢાપા (ઉ.વ.૨૪ રહે. પ્લોટ નં.૨૫,દેવ સોસાયટી,અખીલેશ સર્કલ પાસે,ઘોઘા જકાતનાકા, ભાવનગર), રામજીભાઇ જીવણભાઇ બારૈયા (ઉ.વ.૩૧ રહે.કરેડા, તા.ઘોઘા જી.ભાવનગર) અને ઇકબાલ હાજીભાઇ મોદન (ઉ.વ.૩૪ રહે.મફતનગર, ૧૪ નાળા,ઘોઘા રોડ,ભાવનગર) સહિત આઠ શખ્સો જુગારના અખાડામાં ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. 

 પોલીસે ગંજીપતાનાં પાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૧,૩૩,૪૦૦/- મળી સહિત કુલ કિં.રૂ.૧,૩૩,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 


Google NewsGoogle News