Get The App

ભાવનગરની 7 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે 70,960 મતપત્ર છપાશે

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
ભાવનગરની 7 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે 70,960 મતપત્ર છપાશે 1 - image


- ઈવીએમ, ટેન્ડર અને પોસ્ટલ વગેરે મતપત્રોનુ છાપ કામ શરૂ 

- દરેક ઈવીએમ પર મતપત્રો લગાડાશે, એક મતદાન મથક પર 1 ઈવીએમ બેલેટ પેપર અને 20 ટેન્ડર બેલેટ પેપરનો ઉપયોગ 

ભાવનગર : ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થઈ જતા મતપત્રોનુ છાપકામ શરૂ થય ગયુ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ઈવીએમ બેલેટ પેપર, ટેન્ડર બેલેટ પેપર અને પોસ્ટલ મત પત્રોનુ છાપ કામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈવીએમ તૈયાર કરવામાં આવશે.  

વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૧ ડિસેમ્બરે યોજાનાર છે. ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠક પર ૬૬ ઉમેદવાર ચૂંટણી લડવાના છે. ઉમેદવાર નક્કી થઈ જતા મતપત્રોનુ છાપકામ શરૂ થય ગયુ છે. ભાવનગરની બેઠક માટે કુલ ૭૦,૯૬૦ મતપત્રનુ છાપકામ થશે, જેમાં ર૯૬૦ ઈવીએમ બેલેટ પેપર અને ૪૧,પ૦૦ ટેન્ડર બેલેટ પેપરનો સમાવેશ થાય છે, જયારે ર૬,પ૦૦ પોસ્ટલ મત પત્રનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકમાં કુલ ૧૮૬૮ મતદાન મથક છે અને એક મતદાન મથક પર ૧ ઈવીએમ બેલેટ પેપર તેમજ ર૦ ટેન્ડર બેલેટ પેપર ફાળવવામાં આવશે. 

મતપત્રોનુ છાપકામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈવીએમ પર ઈવીએમ બેલેટ પેપર લગાવવાની કામગીરી શરૂ થશે તેમ સુત્રોએ જણાવેલ છે. એક મતદાન મથક પર ર૦ ટેન્ડર બેલેટ પેપર અધિકારીને ફાળવવામાં આવતા હોય છે અને જો કોઈ વ્યકિત ટેન્ડર બેલેટ પેપર માંગે તો તેમાંથી આપવામાં આવતુ હોવાનુ જાણવા મળેલ છે. ઈવીએમ તૈયાર કરતી વખતે મતપત્રો ફાટી પણ જવાની સંભાવના રહે છે તેથી મતપત્રો વધુ છપાવવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે તબક્કાવાર કામગીરીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કામગીરીમાં કોઈ ચુક ના રહે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.  


Google NewsGoogle News