ગઢડા પંથકના અડતાળા ગામે પત્તા ટીચતા 7 શખ્સ ઝડપાયા

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
ગઢડા પંથકના અડતાળા ગામે પત્તા ટીચતા 7 શખ્સ ઝડપાયા 1 - image


દરોડા દરમિયાન એક શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયો

પટમાં પડેલ રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે લેતી ગઢડા પોલીસ

ભાવનગર :  ગઢડા તાલુકાના અડતાળા ગામે જુગાર રમી રહેલા સાત શખ્સને રોકડા રૃપિયા સાથે ગઢડા પોલીસે દબોચી લીધા હતા જ્યારે એક શખ્સ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે ઉપલબ્ધ થતી માહિતી અનુસાર ગઢડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળતા તુરંત જ અડતાળા ગામે રહેતા દાનજી મનજીભાઈ સિહોરાના મકાન પાસે દરોડો કર્યો ત્યારે લાઈટના અજવાળે જુગારની બાજી માંડીને બેસેલા દાનજી મનજીભાઇ સિહોરા (રહે.અડતાળા તા.ગઢડા), ભુપત શીવાભાઇ ડાભી (રહે.અડતાળા તા.ગઢડા), ગોકુળ વામાભાઇ ચૌહાણ (રહે.ગઢડા), મહેશ ઘનશ્યામભાઇ વસાણી  (રહે.ગઢડા ), રાજુ દેવાભાઇ મકવાણા (રહે. લાખણકા તા.ગઢડા), ચોથા બાવાભાઇ ડાંગર (રહે. લાખણકા, તા.ગઢડા),રમેશ પાસાભાઇ ઓળકીયા (રહે. લાખણકા, તા.ગઢડા)ને પટમાં પડેલા રોકડા રૃપિયા ૨૬,૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન માધા રઘુભાઇ સાટીયા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૮ શખ્સ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News