Get The App

એરપોર્ટ રોડ પર છરીના ઘા ઝીંકી 7 શખ્સે કરી આધેડની હત્યા

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
એરપોર્ટ રોડ પર છરીના ઘા ઝીંકી 7 શખ્સે કરી આધેડની હત્યા 1 - image


- કાર પર પથ્થર મારો કરી નુકશાન કર્યું

- બે મિત્રો કારમાં ડીઝલ પુરાવવા માટે જતા હતા ત્યારે નાચ ગાન કરી રહેલા શખ્સોને દૂર જવાનું કહેતા બબાલ થઈ હતી,પિતાનું મોત પુત્ર ગંભીર

ભાવનગર : શહેરના એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સી ખાતે રહેતા યુવાન અને તેની મિત્ર કારમાં ડીઝલ પુરાવવા માટે જતા હતા તે દરમિયાન યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ ઉપર  સાત શખ્સ નાચ ગાન કરી થયા હતા તેવામાં યુવાને હોર્ન વગાડી દૂર જવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ગાળો આપી કાર પર પથ્થર મારો કરી યુવાનને માર માર્યો હતો.યુવાને પિતાને ફોન કરીને બોલાવ્યા ત્યારે સાતેય શખ્સે ઘરે લઈ યુવાનના પિતાને લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોત નિપજાવી નાસી છૂટયા હતા.

આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સી પ્લોટ નંબર ૫૫૫ ખાતે રહેતા કહાનભાઈ શિવરજભાઈ લાખણી ( ઉ.વ ૨૪ ) અને મિત્ર કિશનભાઇ કુકડીયા ગત રાત્રીના કલાક ૦૧ થ૦૦ થી કલાક ૦૧ થ ૧૫ દરમ્યાન કિયા સેલ્ટોસ ફોરવીલ ગાડીમા ડિઝલ પુરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ ઉપર આવ્યા તેવામાં પ્રકાશ રાજુ ખોખર તથા ભાવેશ ઉર્ફે ભાવિન વિજયભાઈ પંડયા તથા કિશન ઉર્ફે કે .પી પરશોતમભાઈ ડગળા તથા રિતેશ ઉર્ફે ભયલુ અરવીદ ખેસ્તી તથા દેવ ઉર્ફે અગુ લાલાભાઇ ચુડાસમા તથા બે અજાણ્યા શખ્સે રોડ ઉપર નાચગાન કરી દેકારો પૈડકારો કરતા કરતા હતા. કહાનભાઈ ગાડીનો હોર્ન મારી ખસી જવાનું કહેતા આ તમામ શખ્સ ઉશ્કેરાઈ જઈ ગાડી પાસે આવી ગાળો આપી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી આપી, એક સંપ કરી તિક્ષણ હથીયારો લઇ આવી કહાનભાઈ ની ગાડી ઉપર પથ્થરના છુટા ઘા કરી ગાડીના કાચની તોડફોડ કરી હતી.તેમજ કહાનભાઈને ભાવેશ ઉર્ફે ભાવીન પંડયાએ લોખંડના સળીયાથી માથાના ભાગે તથા મોઢાના ભાગે ઝીંકી ઇજા કરી હતી દરમિયાનમાં કહાનભાઈ પિતા શિવરજભાઇ લગ્ધિરભાઈ લાખાનીયને ફોન કરીને બોલાવ્યા હતા. શિવરજભાઇ ઘરેથી આવ્યા હતા.તેવામાં તમામ શખ્સોએ એકસંપ કરી શિવરજભાઇને ઘેરી લીધા હતા. તેમને ઢીકા પાટુનો માર માર્યો હતો.રીતેશ ઉર્ફે ભયલુ એ છરી વડે શિવરજભાઇ પર છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.શિવરજભાઇને ગંભીર ઈજા થતાં સ્થળ પરજ મોત નીપજાવી  તમામ શખ્સ નાસી છૂટયા હતા કહાંનભાઈને ગંભીર ઈજા થતાં સારવારમાં સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર બનતા ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે કહાંનભાઈએ સાત શખ્સ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News