ઓટોપાર્ટસ અને એક્સેસરીઝનાં 46 વેપારીની 6 કરોડની કરચોરી પકડાઇ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ઓટોપાર્ટસ અને એક્સેસરીઝનાં 46 વેપારીની 6 કરોડની કરચોરી પકડાઇ 1 - image


હિસાબી ચોપડા રાખ્યા વગર બારોબાર માલનાં વેચાણ સહિતના ગોટાળા

અમદાવાદમાં ૩૫રાજકોટમાં ૧૩વડોદરા- સુરતમાં ૧૨-૧૨ સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડાઃ રૃા.૧.૫૦ કરોડની વસૂલાત

રાજકોટ :  રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ઓટોપાર્ટસ અને એસેસરીઝનાં ૪૬ વેપારીઓના ૭૨ સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડતા ૬ કરોડની કરચોરીનો પર્દાફાશ કરી વેપારી પાસેથી રૃા.૧.૫૦ કરોડની વસુલાતી કરવામાં આવી છે. હજૂ આ કરચોરીનો આંક વધવાની શક્યતા છે.

જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા જીએસટીની અલગ-અલગ ટીમ દ્વારા અમદાવાદમાં ૩૫, રાજકોટમાં ૧૩, સુરત અને વડોદરામાં ૧૨-૧૨ સ્થળોએ ઓટોપાર્ટસ અને એસેસરીઝના વેપારીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતાં.

ઓટોપાર્ટસ અને એસેસરીઝનાં વેપારીઓ દ્વારા હાજર માલ અને હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા હિસાબી ચોપડા રાખ્યા વગર બારોબારથી માલનું ખરીદ-વેચાણ કરવામાં આવતું હતું.

જીએસટી વિભાગની ટીમને ગુડઝનું મિસ ક્લાસીફિકેશન કરી ઓછા દરે વેરો ભરતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. કમ્પોઝીશન સ્કીમનો લાભ મેળવતા હોવા છતાં વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી ટેક્સથી વસુલાત કરવામા આવતી હોવાનું તપાસમાં ઘટ્ટસ્ફોટ કરવામાં  આવ્યો છે.

જીએસટી વિભાગે ૭૬ સ્થળોએ દરોડા પાડતા અનેક જગ્યાએથી રજીસ્ટ્રેશન વગર જ ઓટોપાર્ટસના ધંધાર્થીઓ દ્વારા વેપાર કરવામાં આવતો હોવાનું માલુમ પડયું છે. અત્યાર સુધીમાં જીએસટી તંત્ર દ્વારા ૪૬ વેપારીઓ પાસેથી ૬ કરોડની કરચોરી ઝડપી લીધી છે. તહેવાર ટાંણે જ જીએસટી તંત્રના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.


Google NewsGoogle News