રાણાવાવ નજીક બાવળમાં છૂપાવેલી વિદેશી દારૂની 576 બોટલ પકડાઈ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રાણાવાવ નજીક બાવળમાં છૂપાવેલી વિદેશી દારૂની 576 બોટલ પકડાઈ 1 - image


એક બૂટલેગરની ધરપકડ, અન્ય બે ફરાર

'ફોર સેલ ઈન પંજાબ ઓન્લી'નાં માર્કા સાથેની રૂા.૧.૭ર લાખની વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબ્જે લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

પોરબંદર: રાણાવાવના બારવાણ નેશ નજીક સ્મશાન પાસે બાવળની ઝાડીઓમાં છૂપાવેલ વ્હીસ્કીની પ૭૬ બોટલ કબ્જે કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે. જયારે બે શખ્સો નાશી છૂટયા હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. કુલ રૂા.૧,૭ર,૮૦૦નો દારૂ અને ૧પ૦૦૦ના બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે. 

પોરબંદર એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી એ મ્મ્યાન ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કાંબરીયાને મળેલી હકીકત આધારે, રાણાવાવ બારવાણ નેશ સ્મશાન પાસે બાવળની ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર સેલ ઈન પંજાબ ઓન્લીના ર્માર્કાની  કાચની ૭પ૦ એમ.એલ. ભરેલ બોટલો નંગ પ૭૬ કિં. રૂા.૧,૭ર,૮૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૩ કિં. રૂા.૧પ,૦૦૦ મળી કુલ રૂા.૧,૮૭,૮૦૦ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજુ નારણભાઈ મોરી (ઉ.વ.ર૮, સખપુર ગામ રબારી કેડા પાણીના ટાંકા સામે)ને પકડી લેવામાં આવેલો હતો.  આરોપી ધુંધા મુરૂભાઈ ઉલવા (રહે. થાપલા ગામ, તા. માણાવદર), અને લાખા ભુરાભાઈ મોરી (રહે. બારવાણાનેશ) નાશી ગયેલ હતા.  જેથી ત્રણેય વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાયો હતો. 

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલ રાજેશ ઉર્ફે રાજુ નારણ મોરીની આકરી પૂછપરછ હાથ ધરીને આ દારૂ કયાંથી લાવ્યો હતો ? અને કોને પુરો પાડવાનો હતો ? તે અંગેની માહિતી બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. 

એક શખ્સ પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં હતો વોન્ટેડ

પોરબંદર: પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલ સખપુરના રાજેશ ઉર્ફે રાજુ નારણ મોરીની તપાસ કરતા તે પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે જ દારૂના બે ગુન્હા નોંધાયા હતા. અને જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં પણ ચાલુ ર્વષે તેની સામે પ્રોહીબીશનનો એક ગુન્હો નોંધાયો હતો. તેથી આ ત્રણેય ગુન્હામાં વોન્ટેડ રાજેશ ઉર્ફે રાજુની પૂછપરછ અને રિમાન્ડ બાદ ભાણવડ અને વંથલી પોલીસ પણ તેનો કબ્જો લેશે તેમ જાણવા મળ્યું છે. 


Google NewsGoogle News