RTE અંતર્ગત 154 ખાનગી શાળાના 5505 છાત્રોને રૂા. 1.65 કરોડ સહાય ચૂકવાઇ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
RTE અંતર્ગત 154 ખાનગી શાળાના 5505 છાત્રોને રૂા. 1.65 કરોડ સહાય ચૂકવાઇ 1 - image


- ધો. 1 માં સૌથી ઓછી 212 અને ધો. 6 માં સૌથી વધુ 1053 વિદ્યાર્થી

- જૂનમાં શરૂ થયેલા શૈક્ષણિક સત્રના 3 માસ બાદ સહાય ચૂકવાઇ, ગ્રાન્ટ મંજૂર થયે શિક્ષણ ફી ચૂકવાશે

ભાવનગર : રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકામાં આ વર્ષે ધો.૧માં માત્ર ૨૧૨ વિદ્યાર્થીનો સમાવેશ થઇ શક્યો છે. જો કે, તેની પાછળનું કારણ ધો.૧માં પ્રવેશ મેળવવા છ વર્ષની વય પૂર્ણ કરેલી હોવાનો નિયમ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જો કે, ધો.૧ થી ૮માં જિલ્લામાં આર.ટી.ઇ. હેઠલ કુલ ૫૫૦૫ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અને તાજેતરમાં આ વિદ્યાર્થીઓને વ્યક્તિગત ૩૦૦૦ લેખે ૧.૬૫ કરોડ વિદ્યાર્થી સહાય પેટે ચુકવાઇ હોવાનું જણાયું છે.

શિક્ષણના વ્યાપને વધારવા અને સર્વગ્રાહી બનાવવા જરૂરીયાતમંદો માટે આર.ટી.ઇ. એક્ટ મુજબ બાળક ખાનગી શાળામાં પણ અભ્યાસ કાર્ય નિઃશુલ્ક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે જેમાં ધો.૧ થી ૮ સુધીનું શિક્ષણ મેળવી શકાય છે. ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકામાં આ યોજના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ યોજના લાંબા સમયથી ચાલી રહી છે જેમાં સરકાર દ્વારા પ્રથમ યુનિફોમ, સ્ટેશનરી ઇત્યાદિ વિદ્યાર્થીલક્ષી સહાય પેટે પ્રત્યેક આર.ટી.આઇ.ના વિદ્યાર્થીને ૩૦૦૦ ચુકવાતું હોય છે જેની ગ્રાન્ટ તાજેતરમાં આવતા સીધા વિદ્યાર્થી બેન્ક ખાતામાં જમા કરાયા હતાં જે મુજબ જિલ્લામાં આ વર્ષે ધો.૧માં સૌથી ઓછા ૨૧૨ વિદ્યાર્થી આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે ધો.૬માં સૌથી વધુ ૧૦૫૩ની સંખ્યા બોલી રહી છે. જે વિદ્યાર્થીને સહાય પેટે ૩૧.૫૯  લાખનું ચુકવણું કરાયું હતું. જો કે, જૂનમાં સત્ર શરૂ થયા બાદ ત્રણ મહિને આ વિદ્યાર્થી સહાયની રકમ ચુકવવામાં આવી છે. જ્યારે આર.ટી.ઇ. હેઠળ આવતી ૧૫૪ શાળાની આર.ટી.ઇ.ના વિદ્યાર્થીની શિક્ષણ ફીની ગ્રાન્ટ આગામી સમયમાં મંજૂર થયે ચુકવાશે. 


Google NewsGoogle News