Get The App

હળવદ નજીક પેટ્રોલ પમ્પમાં રૃા. ૫૫ હજારની રોકડની ચોરી

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
હળવદ નજીક પેટ્રોલ પમ્પમાં રૃા. ૫૫ હજારની રોકડની ચોરી 1 - image


ત્રણ બુકાનીધારી શખ્સોની કરતૂત સીસીટીવીમાં કેદ

વહેલી સવારે સ્વીફટ કાર લઇને આવેલા તસ્કરો ઓફિસમાં ત્રાટકીને માલ-સામાન વેર-વિખેર કરી હાથફેરો કરી ગયા

હળવદ :  હળવદ તાલુકાના વેગડવા ગામે નાયરાના પેટ્રોલ પંપમાં શનિવારે વહેલી સવારે છ વાગ્યાની આજુબાજુએ ત્રણ જેટલા બુકાનીધારી શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરોએ રૃા. ૫૫,૭૦૦ની રોકડ ચોરી કરી પલાયન થઇ જતાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજના આધારે હળવદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ તાલુકાના વેગડવા ગામે નાયરા પેટ્રોલ પંપમાં શનિવારે વહેલી સવારે ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ સ્વિફટ કાર લઇને આવી ચોરીને અંજામ આપ્યો હતો. બે અજાણ્યા ઇસમો પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશ્યા હતા. ઓફિસમાં સામાન વેર-વિખેર કરીને હાથફેરો કરી ગયા હતા. જેમાં રૃા. ૫૫,૭૦૦ની રોકડની ચોરી થઇ હોવાનું માલિક બકાભાઈ ઠક્કરે જણાવ્યું હતું. આ સાથે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીના સીસીટીવી ફૂટેજ કેમેરામાં આવી જતાં હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

 


Google NewsGoogle News