Get The App

જિલ્લામાં વિવિધ સ્થળેથી દારૂની 54 બોટલ ઝડપાઈ, ચાર સામે ફરિયાદ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
જિલ્લામાં વિવિધ સ્થળેથી દારૂની 54 બોટલ ઝડપાઈ, ચાર સામે ફરિયાદ 1 - image


મહુવા, તળાજા અને સોનગઢ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

ઝરીયા ગામની સીમ પાસે કારમાંથી વિદેશી દારૂની ૫૧ બોટલ તથા લાકડીયા ગામ નજીક આઈસર ગાડીમાંથી ૧ બોટલ કબ્જે કરાઈ

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને સોનગઢમાં પ્રોહિબિશનના જુદાં-જુદાં ત્રણ બનાવમાં પોલીસે કુલ ૫૪ વિદેશી દારૂની બોટલ સાથે કુલ રૂ.૪.૩૯ લાખનો મુદ્દામાલ ઝડપી ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના મહુવામાં બાઈક પર પ્રકાશ લાલજીભાઈ મકવાણા જીજે-૦૪-સીસી-૩૫૦૯ બાઈક પર વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી પોલીસને જોઈને બાઈક લઈને ભાગ્યો હતો જેનો પોલીસે પીછો કર્યો હતો અને તેને જનતા પ્લોટ મોરારી હનુમાન પાસે રોકતા તે બાઈક છોડી ફરાર થઈ ગયો હતો અને બાઈક સાઈડમાં લટકાવેલી કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. મહુવા પોલીસે બાઈક તથા દારૂની બોટલ કબ્જે લઈને પ્રકાશ લાલજીભાઈ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી સોનગઢ પોલીસને ઝરીયાથી પીપરડી ગામ જવાના કાચા રસ્તે તળાવની પાસે બે વ્યક્તિ વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરતા બે શખ્સો જીજે-૨૩-બીડી-૧૧૦૬ નંબરની કારની ડીકીમાં કંતાનના થેલામાંથી વિદેશી દારૂની કુલ ૫૧ બોટલ સહિત કુલ રૂ.૧૩૮,૬૯૦ નો મુદ્દામાલ કબ્જે લઈ અક્ષય કાળુભાઈ ધાંધલ (રહે. વિકળિયા, તા.ગઢડા) અને અરૂણ વસંતભાઈ પરમાર (રહે. સણોસરા, તા.સિહોર)ને ઝડપી લઈ સોનગઢ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં લાકડિયા ગામ પાસે એક શખ્સ આઈસરમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની તળાજા પોલીસને ગત મોડી રાત્રે બાતમી મળતા પોલીસ તપાસ કરતા જીજે-૦૪-એએક્સ-૬૧૪૪ નંબરના આઈસરની કેબિનના ડેશબોર્ડના ખાનામાં વિદેશીદારૂની કુલ-૨ બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂની બે બોટલ સહિત કુલ રૂ.૩૦૦,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ મુળજી વેલાભાઈ બારૈયા (રહે. ઠાડચ) વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ, મહુવા, તળાજા અને સોનગઢ પોલીસે વિદેશી દારૂના કુલ ત્રણ કેસમાં ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કુલ રૂ.૪૩૯,૩૭૭ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મહુવામાં બાઈકમાંથી વિદેશી દારૂની એક બોટલ ઝડપાઈ, બાઈકચાલક ફરાર


Google NewsGoogle News