હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ ચોમાસા દરમિયાન 51.44 લાખનું નુકસાન

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ ચોમાસા દરમિયાન 51.44 લાખનું નુકસાન 1 - image


PGVCL Jamnagar : હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ 51.44 લાખનું નુકસાન થયું છે. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કુલ 93 ગામોમાં વીજ પુરવઠો પુરવઠો ખોરવાયો હતો. જો કે આજે સવાર સુધીમાં 91 ગામમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે, જયારે બે ગામોમાં કામગીરી હજુ ચાલુ છે.

 હાલાર ના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 269 ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકી 180 ફીડર ઊભા કરી લેવાયા હતા, અને 70 ફીડરમાં કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે બંને જિલ્લામાં 681 વિજ પોલ પડી ગયા હતા, જે પૈકી 662 વિજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ 19 થાંભલા ઉભા કરવાના બાકી રહ્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આમ કુલ ચોમાસાની સિઝનમાં વિજ તંત્રને 51.44 લાખની નુકસાની થઈ છે.


Google NewsGoogle News