વર્ગ-૩ ગૃપ એ એન્ડ બીની ભરતી માટે ભાવનગરના 4970 ઉમેદવારો પરીક્ષા આપશે

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
વર્ગ-૩ ગૃપ એ એન્ડ બીની ભરતી માટે ભાવનગરના 4970 ઉમેદવારો પરીક્ષા આપશે 1 - image


- ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમવાર ઓનલાઈન પરીક્ષા

- 20 દિવસ ચાલનારી આ ઓનલાઈન પરીક્ષાની 50 ટકા કામગીરી પૂર્ણ : આગામી તા. 9 મે ના રોજ પરીક્ષા પૂર્ણ થશે

ભાવનગર : ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમવાર ઓનલાઈન પરીક્ષા લઈ રહ્યું છે. આ પરીક્ષા પદ્ધતિ લાંબી ચાલનાર હોવાની સાથે સંપૂર્ણ સુરક્ષિત બની છે. કમ્બાઈન્ડ કેમ્પેરેટીવ એક્ઝમીનેસન વર્ગ-૩ ગૃપ એ એન્ડ બી ની કુલ ૫૫૪ જગ્યા માટે વિવિધ જિલ્લા કક્ષાએ લેવાઈ રહી છે. જે ગઈ તા. ૧ એપ્રિલથી અલગ અલગ ૨૦ દિવસ સુધી ચાલનાર છે. ભાવનગરમાં ૪૯૭૦ ઉમેદવારો માટે આ પરીક્ષા લેવાય છે. જેમાં ૫૦ ટકા ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપી હોવાનું જણાયું છે. જ્યારે આગામી ૯ મે સુધી આ પરીક્ષા ચાલશે

મોટા ભાગે ભરતી પરીક્ષા ઓફલાઈન લેવાતી હોય છે. જેમાં ભૂતકાળમાં પેપર લીક થવાની ગેરરીતિ ઉઠી હતી. સરકાર કે એજન્સીના લાખો કરોડો પ્રિન્ટીંગ અને વ્યવસ્થાના ખર્ચ બાદ પણ સ્થિતિ અચોક્કસ રહેવા પામે છે. ત્યારે ઓનલાઈન પરીક્ષા એ ખર્ચ અને સુરક્ષા અંગે ટ્રાન્સફરન્સ રહેતા ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા પ્રથમવાર ઓનલાઈન પરીક્ષા લેવાનું નિશ્ચિત કર્યું છે. એકઝામીનેશન વર્ગ ૩ (ગૃપ એ એન્ડ બી) માટે ૩ જાન્યુઆરીએ જાહેરાત આવ્યા બાદ ફોર્મ ભરાયા હતા કુલ ૫૫૫૪ જગ્યા માટે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જેની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવાનું નિશ્ચિત કરાયું હતું. કુલ ૧૦૦ માર્કસનો પેપર અને ૦.૨૫ માઈનસ પધ્ધતિ સાથે આ પરીક્ષા લેવાનું ગઈ તા. ૧ એપ્રિલથી શરૂ થયું હતું. જે અલગ અલગ તબક્કાવાર ૨૦ દિવસ વિવિધ કોમ્પ્યુટર સેન્ટરો પર તા. ૯ મે સુધી ચાલશે. જો કે ઓફલાઈનની કરતા ઓનલાઈન પરીક્ષાનો સમય ગાળો ઘણો લાંબો ચાલતો હોય છે. પરંતુ સમગ્ર પરીક્ષા પેપર લેસ બની જાય છે. ભાવનગરમાં એચ.પી. ઈન્ફોકોમ કોમ્પ્યુટર સેન્ટર પર આ પરીક્ષા લેવાઈ રહી છે. દિવસના ચાર સેશનમાં કુલ ૨૮૦ ઉમેદવારો પરીક્ષા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે ભાવનગરમાં ૫૦ ટકા ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા પૂર્ણ થઈ છે. જેમાં પ્રત્યેક સેશનમાં બે ત્રણ ઉમેદવાર ગેરહાજર રહેતા હોય છે. આમ આ સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૯-૫ના રોજ પૂર્ણ થશે. અને ત્યારબાદ તેનું પરીણામ ઓનલાઈન જારી કરવામાં આવશે. જો કે જાણવા મળ્યા મુજબ કેટલાક પરીક્ષાના કેટલાક દિવસો રદ પણ કરવામાં આવ્યા હતા. આમ લાંબી પ્રોસેસમાં ચાલનારી ગૌણસેવાની આ ઓનલાઈન પરીક્ષા પ્રથમવાર લેવાઈ છે. 

ગૌણસેવા મંડળ વર્ગ-3 ની 6 દિવસની પરીક્ષા હાલ પુરતી મૌકુફ રખાઈ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-૩ (ગુ્રપ એ તથા ગુ્રપ બી)ની પ્રતમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૧-૪ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત આ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ અને તા. ૪, ૫ મે ના રોજ રાખવામાં આવેલ તમામ શિફટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકુફ રાખવામાં આવે છે. તા. ૮-૫ અને ૯-૫ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. જ્યારે મોકુફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જણાયું છે.


Google NewsGoogle News