મોરબી પાસે છોટા હાથીના ચોરખાનામાંથી શરાબના 480 ચપલા ઝડપાયા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
મોરબી પાસે છોટા હાથીના ચોરખાનામાંથી શરાબના 480 ચપલા ઝડપાયા 1 - image


દ્વારકાના મોરીપરની સીમમાં દરોડા દરમિયાન ૨૫૧ બોટલ શરાબ ઝડપાયો

દ્વારકાની ખોડિયાર ચોકડી પાસે ધસમસતી કારને રોકી ચેકિંગ કરતા દારૂ ભરેલા કોથળામાંથી ૫૫૦ લિટર દેશી દારૂ પકડાયો

જામ ખંભાળિયા, મોરબી: જામખંભાળિયા જિલ્લા પોલીસે અને મોરબી પોલીસે દારૂના દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે . જુદા જુદા દરોડામાં દ્વારકા નજીક મોરીપર ગામ પાસે સીમમાં વાડીએ ત્રાટકી  તલાશી લેતાં  ૨૫૧ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. આ ઉપરાંત મોરબી પોલીસે મીતાણા ચોકડીએ કારમાં  તપાસ કરતા એમાંથી વિદેશી શરાબના ૪૮૦ ચપલા મળી આવ્યા હતા.  દ્વારકા નજીક ખોડિયાર ચોકડી પાસે પોલીસે ધસસમતી ક્રેટા કારને અટકાવી તપાસ કરતા કારમાંથી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા. જેમાંથી ૫૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.ત્રણેય દરોડામાં કુલ છ આરોપી ઝડપાયા છે. જયારે ત્રણ નાસી છુટયા છે. 

દ્વારકા નજીક આવેલા મોરીપર ગામ ખાતે એલસીબી પોલીસે ગત રાત્રિના સમયે દરોડો પાડી, અહીં રહેતા વીઘાભા જાદવભા ઉર્ફે જાદુભા માણેક નામના શખ્સની કબજા ભોગવટાની વાડીમાંથી વિદેશી દારૂની ૨૫૧ બોટલ કબજે કરી હતી.  આથી આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧,૨૧,૮૨૦ નો મુદ્દામાલ કબજે કરી, વીઘાભા જાદવભા માણેક, માનસંગભા ધાંધાભા માણેક અને નાગેશ્વરના રણમલભા સામરાભા સુમણીયા નામના ત્રણ શખ્સોને હાલ ફરાર જાહેર કરી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મીતાણા ચોકડી પાસેથી છોટા હાથીને રોકી તલાશી લેતા ડ્રાઈવર સીટ બાજુની સીટમાં ચોર ખાનું બનાવી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ ૪૮૦ કીમત રૂ ૪૮,૦૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને છોટા હાથી સહીત કુલ રૂ ૧.૬૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી અતુલ ગોરધન વેકરીયા અને ભાવિન હસમુખ અગ્રાવત રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

ે દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી ગઈકાલે મધ્ય રાત્રિના આશરે ચારેક વાગ્યાના સમયે પસાર થતી સફેદ કલરની એક ક્રેટા મોટરકારને પોલીસે અટકાવીને ચેકિંગ કરતા આ કારમાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ મળી આવ્યા હતા.  આથી આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૧,૦૦૦ ની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ તેમજ રૂપિયા ૭ લાખની કિંમતની ક્રેટા મોટરકાર અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૭ લાખ ૧૩ હજારના મુદ્દામાલ સાથે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ અને હાલ કથારા નેસ ખાતે રહેતા ગઢવી જેઠા બાધા ટાપરીયા (ઉ.વ. ૩૪) નામના શખ્સની અટકાયત કરી, આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Google NewsGoogle News