ઓનલાઈન કોપરની ખરીદી કરવા જતાં 4.93 લાખની ઠગાઈ
સાયબર ક્રાઈમ પોલીસે રકમ પરત અપાવી
ઈન્સ્ટાગ્રામ પર આવેલી અજાણી લિન્ક પર વધુ નાણાં કમાવા
ગયેલો અરજદાર રૃા.૭૦ હજારના શીશામાં ઉતર્યો
રાજકોટ : ઓનલાઈન કોપરની ખરીદી કરનાર અરજદાર સાથે રૃા.૪.૯૩ લાખની ઠગાઈ થઈ હતી. જે રકમ સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવી હતી.
એક અરજદારે ઓનલાઈન રૃા.૪.૯૩ લાખની કિંમતના કોપરની ખરીદીનો
ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેને માલ મળ્યો ન હતો. આખરે ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઈમ
હેલ્પ લાઈનમાં ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે પુરેપુરી રકમ પરત
અપાવી હતી.
બીજા કિસ્સામાં એક અરજદારે વધુ કમાઈ લેવાની લાલચમાં
ઈન્સ્ટાગ્રામ પર આવેલી અજાણી લિન્ક પર ઈન્વેસ્ટમેન્ટ કરતા તેની સાથે રૃા.૭૦
હજારનું ફ્રોડ થયું હતું. જેથી તેણે પણ સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ
કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગઠીયાનું બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાવી
અરજદારને પુરેપુરી રકમ પરત અપાવી હતી.
તે સાથે જ સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક વખત ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાવચેતી દાખવવા અને પૈસા કમાવવાની લાલચમાં સોશિયલ મીડીયા પર આવતી અજાણી લિન્ક પર કલીક નહીં કરવા અનુરોધ કર્યો છે. આ પ્રકારના અનુરોધ સાયબર ક્રાઈમ પોલીસ અવાર-નવાર કરતી હોય છે. પરંતુ તેની કોઈ અસર થતી ન હોય તેમ વધુને વધુ અરજદારો સાયબર ફ્રોડનો ભોગ બનતાં રહે છે.