શહેરમાં બેબી ફૂટબોલ સ્પર્ધામાં 2 દિવસમાં 38 મેચ રમાડાઈ
- ફૂટબોલ સ્પર્ધાની મેચ જીતવા ખેલાડીઓએ એડીચોટીનુ જોર લગાડયુ
- અંડર-8, 10 અને 12 એમ 3 વય જૂથમાં બેબી ફૂટબોલ સ્પર્ધામાં વિવિધ શાળાની ટીમોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો
રવિવારના રોજ અંડર-૮ વય જૂથમાં ૫ મેચ રમાઈ હતી ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ-બી ૩-૦ થી સિલવરિયન્સ એફસી સામે, યંગ એફસી ૩-૦ થી સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ સામે, અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ૪-૦ થી પોદાર સ્કૂલ સામે, સીએમઆઇ એફસી ૦-૦ થી લાયન્સ એફસી સામે, મારિયન એકેડમી ૩-૦ થી ક્રાઈસ્ટ ઇંગ્લીશ સામે વિજય મેળવેલ છે. જેમાં અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ના ખેલાડી સહર્ષ સિંગએ ૧ ગોલ ફટકારી ખુબ સરસ પ્રદર્શન કરેલ છે.
શનિવારના રોજ અંડર-૧૦ વય જૂથમાં ૪ મેચ રમાઈ હતી, જેમાં પોદાર સ્કૂલ ૨-૧ થી ક્રાઈસ્ટ સ્કૂલ ઇંગ્લિશ સામે, સીએમઆય એફસી ૦-૦ થી મારિયન એકેડમી સામે, સિલવર બેલ્સ પબ્લિક સ્કૂલ ૨-૧ થી ક્રાઈસ્ટ સ્કૂલ ગુજરાતી સામે, એએસઆયએસ વોરિયર્સ ૨-૧ થી સિલવરિયન્સ એફસી સામે વિજય મેળવેલ છે. જેમાં પોદાર સ્કૂલના ખેલાડી મોહિત પરમારએ ૨ ગોલ ફટકારી ખુબ સરસ પ્રદર્શન કરેલ છે.
રવિવારના રોજ અંડર-૧૦ વય જૂથમાં ૮ મેચ રમાઈ હતી જેમાં ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ ૪-૦ થી અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે, યંગ એફસી ૩-૦ થી ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ-બી સામે, ક્રાઈસ્ટ સ્કૂલ ઇંગ્લિશ ૨-૦ થી લાયન્સ એફસી સામે, મારિયન એકેડમી ૨-૦ થી ક્રાઈસ્ટ સ્કૂલ ગુજરાતી સામે, એએસઆયએસ વોરિયર્સ ૩-૧ થી પોદાર સ્કૂલ સામે, સિલવર બેલ્સ પબ્લિક સ્કૂલ ૫-૧ થી અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે, યંગ એફસી ૪-૧ થી સિલવરિયન્સ એફસી સામે, ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ ૩-૦ થી ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ - બી સામે વિજય મેળવેલ છે. જેમાં સિલવર બેલ્સ પબ્લિક સ્કૂલ ના ખેલાડી સમર્થ રાજ્યગુરુ એ ૩ ગોલ ફટકારી ખુબ સરસ પ્રદર્શન કરેલ છે.
શનિવારના રોજ અંડર-૧૨ વય જૂથમાં ૪ મેચ રમાઈ હતી જેમાં મારીયન લાયન્સ ૨-૦ થી પોદાર સ્કૂલ સામે, મારિયન એકેડમી ૧૯-૦ થી પોદાર ગ્રીન સામે, સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ ૪-૦ થી લાયન્સ એફસી સામે, સિલવરિયન્સ એફસી ૨-૦ થી એફસીપીએસ ટ્વિંસ્સ સામે વિજય મેળવેલ છે. જેમાં મારિયન એકેડમી ના ખેલાડી સહજ રબારી એ ૭ ગોલ ફટકારી ખુબ સરસ પ્રદર્શન કરેલ છે.
રવિવારના રોજ અંડર-૧૨ વય જૂથમાં ૧૨ મેચ રમાઈ હતી જેમાં ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ ૪-૩ થી સીએમઆય એફસી સામે, ક્રાઈસ્ટ સ્કૂલ ઇંગ્લિશ ૫-૦ થી ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ-બી સામે, યંગ એફસી ૧-૧ થી ક્રાઈસ્ટ સ્કૂલ ગુજરાતી સામે, એએસઆયએસ વોરિયર્સ ૩-૧ થી અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે, મારીયન એકેડમી ૧૦-૧ થી મારીયન સ્ટાર્સ સામે, લાયન્સ એફસી ૨-૦ થી પોદાર સ્કૂલ સામે, એફસીપીએસ ટ્વિંસ્સ ૭-૦ થી પોદાર ગ્રીન સામે, સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ ૨-૨ સીએમઆય એફસી સામે, સિલવરિયન્સ એફસી ૧-૧ થી ક્રાઈસ્ટ સ્કૂલ ઇંગ્લિશ સામે, ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ ૩-૦ થી ક્રાઈસ્ટ સ્કૂલ ગુજરાતી સામે, એએસઆયએસ વોરિયર્સ ૫-૦ થી ધ બેસ્ટ પ્રાયમરી સ્કૂલ - બી સામે, યંગ એફસી ૭-૧ થી અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વિજય મેળવેલ છે. જેમાં એએસઆયએસ વોરિયર્સ ના ખેલાડી રાજ સિસોદિય એ ૪ ગોલ ફટકારી ખુબ સરસ પ્રદર્શન કરેલ છે.