બોટાદના ઓઇલના વેપારી સાથે 32.73 લાખ છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો
બોટાદ પોલીસે મોરબીથી ઉઠાવી લીધો
વેપારીએ મોરબીના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
ભાવનગર: બોટાદના હરખકુઈ મોટી બેકરી પાસે રહેતા અને ઓઇલ નું વ્યવસાય કરતા યુવાનને મોરબીના શખ્સે વિશ્વાસ કેળવી યુવાન પાસેથી ૩૨,૭૩ લાખનું ઓઇલ મંગાવી પૈસા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે બોટાદ પોલીસે મોરબીથી ઉઠાવી લીધો હતો.
આ બનાવની ઉપલબ્ધ થતી વિગત અનુસાર બોટાદના હરખકુઈ મોટી બેકરી પાસે રહેતા મુબારકભાઈ અબુભાઈ માકડની બોટાદ શહેર ખાતે પ્રોસેલ એન્ટરપ્રાઇઝ નામની ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનુ હોલસેલ વેપાર કરતા હોય અને ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલા (રહે. મોરબી ) એ મુબારકભાઈને વિશ્વાસમાં લઈ મીક્ષ હાઈડ્રોકાર્બન ઓઈલ લીટર ૪૨,૩૩૦ , એક લીટર ઓઈલ ના ભાવ રૂ.૭૪.૯૮ જી.એસ.ટી. સાહીતની કુલ કિ.રૂ.૩૧,૭૩,૩૩૫ નો માલ મંગાવી રૂપીયા ચુકવવા બાબતે અવાર નવાર વાયદાઓ કરી રૂપીયા ન ચુકવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હતી.ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલા ને મોરબીથી ઉઠાવી લીધો હતો તેમ બોટાદ પોલીસ મથકના પીઆઇ ખરાડી એ જણાવ્યું હતું.