કતલખાને લઇ જવાતા 30 ઘેટાને ભરતનગર પોલીસે બચાવ્યા : બે ઝડપાયા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
કતલખાને લઇ જવાતા 30 ઘેટાને ભરતનગર પોલીસે બચાવ્યા : બે ઝડપાયા 1 - image


શહેરના ટોપ થ્રી સર્કલ પાસે વાહન ચેકીંગ દરમિયાન

કાર્ગો ફોર્ડ ફિયાસ્ટા ફોર વ્હીલમાં ૩૦ ઘેટાને ત્રાસદાયક રીતે ખીચોખીચ ભરાયા હતા

ભાવનગર: શહેરના ટોપ થ્રી સર્કલ પાસે વાહન ચેકીંગ દરમિયાન અધેવાડા તરફથી આવતી ફોર વ્હીલ કારમાં ત્રાસદાયક રીતે ૩૦ ઘેટાને ભરી કતલખાને લઇ જવાના ઇરાદે જતા પોલીસે બે ઇસમોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ ભરતનગર પોલીસ ટોપ થ્રી સર્કલે વાહન ચેકીંગ કરતા હતા દરમિયાન રાત્રે અધેવાડા ગામ તરફથી એક કાર્ગો ફોર્ડ ફિયાસ્ટા કંપનીની ગાડી નં.જીજે-૦૧-એચ.આર-૮૩૮૯ આવતા તેને ચેક કરતા નાના નાના ઘેટા જીવ ૩૦ ભરી પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ન રાખી ત્રાસદાયક રીતે હલન ચલન ન થઇ શકે તે રીતે બાંધી રાખી ભાવનગર કતલ કરવાના ઇરાદે જતા હોય પોલીસે કારમાં બેઠેલ વડવાના જાબીર હુસેનભાઇ કટારીયા તથા વરતેજ ખાટકીવાડમાં રહેતા અકતર યુનુસભાઇ ભાલુડાને ઝડપી લીધા હતાં. ઘેટાને પાંજરાપોળમાં મોકલી બંને વિરૂદ્ધ ઘાતકીપણાની કલમ ૧૧(૧)(એ)(ડી)(એફ)(એચ) મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News