Get The App

અગાઉ થયેલા ઝઘડની દાઝે મહિલા સહિત 3 યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
અગાઉ થયેલા ઝઘડની દાઝે મહિલા સહિત 3 યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો 1 - image


- દિવાળીની રાત્રી લોહિયાળ બની

- બંને ભાઈઓ અને મિત્રો સાથે મળે દિવાળીની રોશની જોવા માટે નીકળ્યા હતા અને ગજ્જરના ચોકમાં બેઠા હતા ત્યારે મારા મારી થઈ હતી

ભાવનગર : શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા યુવાનની અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી એક મહિલા સહિત ત્રણે લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતો.દિવાળીની રાત્રી લોહિયાળ બની હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા અલવાઝભાઈ મુનાફભાઈ કુરેશી ગઈકાલ તા-૩૧ ઓકટોબર ૨૦૨૪ ના રોજ દિવાળીનો તહેવાર નિમિતે રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના સમયે મોટોભાઈ ફરદીન ઉર્ફે રાવણો મીત્ર સોહરાબ યાસીનભાઈ ખાન ત્રણેય જણા ઘરથી થોડે આગળ આવેલ ગજ્જરના ચોકમા દિવાળીના તહેવારની રોશની જોવા માટે ગયા હતા. અને ગજ્જરના ચોકમા બેઠા હતા. તેવામા રાત્રીના સાડા બારેક વાગ્યાના સમયે  ફરીદાબેન મહમદઝકરીયા શેખ અને તેના ભાઈ યુનુસભાઈ મહમદઝકરીયા શેખ (રહે.કંસારા શેરીના નાકે, લીંબડીવાળી સડક, ભાવનગર ) બંન્નેના હાથમા લોખંડના પાઈપ, તેમજ યુનુસભાઈનો ભત્રીજો અયાન ફારૂકભાઈ શેખ આગાઉ થયેલા ઝઘડાની દાજ રાખી હાથમા છરી લઈને ત્યાં આવ્યા હતા. અને ભાઈ ફરદીનને કહેલ કે તુ અહીયા કેમ બેઠો છો ? એમ કહી ભાઈ સાથે બોલાચાલી ઝગડો કરી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. અલવાઝભાઈએ ગાળો બોલવાનીના પાડતા ફરીદાબેન તથા તેનો ભાઈ યુનુસભાઈ બંન્નેએ જણા એકદમ ઉશ્કેરાઈ જઈ  ફરદીનભાઈ ઉર્ફે રાવણોના માથામા લોખંડના પાઈપના ઘા મારી દીધા હતા. તેવામા ફરદીનભાઈ ઉર્ફે રાવણો નીચે પડી પડી ગયો હતો.દરમ્યાન અયાન શેખે છરીના ઉપરા ઉપરી બે ઘા છાતીના ભાગે ઝીંકી દીધા હતા. ફરદીનભાઈ ઉર્ફે રાવણો લોહી લુહાણ હાલતમાં કારમાં ભાવનગર સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં અલવાઝભાઈએ મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે 2 શખ્સને સ્થળ પરથી ઝડપી લીધા

ભાવનગર શહેરના ગજ્જરના ચોકમાં દિવાળીની મોડી રાત્રે અગાઉ થયેલા ઝઘડાની દાઝે એક મહિલા સહિત ત્રણેય લોકોએ લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બઘડાટી મોદી રાત્રે ચાલી રહી હતી ત્યારે ગંગાજળિયા પોલીસ પહોંચી ગઈ હતી અને યુનુસ શેખ અને અયાન શેખને સ્થળ પરથી ઝડપી લીધા હતા.


Google NewsGoogle News