નિરમા કંપની સાથે 3 ટ્રક ચાલકો દ્વારા રૂા. 9.58 લાખની છેતરપિંડી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
નિરમા કંપની સાથે 3 ટ્રક ચાલકો દ્વારા રૂા. 9.58 લાખની છેતરપિંડી 1 - image


- ભાવનગર નિરમા કંપનીમાં લવાતો આફ્રિકન કોલ રસ્તામાં ઉતારી દીધો 

- હજીરા સુરતથી લાવતી વખતે રસ્તામાં ભેળસેળ કરેલ કોલ કંપનીને પધરાવી દીધાની વેળાવદર પોલીસમાં ફરિયાદ  

ભાવનગર : હજીરા સુરત થઈને ભાવનગર નિરમા કંપનીમાં આવી રહેલા કોલમાં ત્રણ ટ્રક ચાલકોએ રસ્તામાં અસલ આફ્રિકન કોલ ઉતારી ટ્રકમાં કાળો પદાર્થ ભેળવી ભેળસેળ યુક્ત આફ્રિકન કોલ નિરમા કંપની ખાતે પહોંચાડી ત્રણેય ટ્રક ચાલકોએ કંપની સાથે  ૯.૫૮ લાખનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર નિરમા કોલોનીની બેચલર હોસ્ટેલમાં રહેતા અને નિરમા કંપનીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દેવબાદુર મેઘબહાદુર ગુરુંગ (ઉં.વ ૫૨ )એ વેળાવદર ભાલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, નિરમા કંપની સુધી કોલ ટ્રાન્સપોટીંગનુ કામ કરનાર રાજ ચાંમુડા ટ્રાન્સપોર્ટ દ્રારા હજીરા પોર્ટ ખાતેથી ૧ ટીપર ટ્રક નંબર જીજે ૧૬ એડબલ્યુ ૪૬૭૬ મા વજન ૩૨૮૮૦ કિંમત રૂ.૩,૩૪,૨૨૫ નો આફ્રીકન કોલ ભરી ડ્રાઇવર હરપાલસિંહ અજીતસિંહ જાડેજા (રહે. શામપરા તા.જી.ભાવનગર)ને તેમજ ૨ ટીપર નંબર જીજે ૦૪ એ ડબલ્યુ ૮૩૩૮ મા વજન ૨૯૯૫૦ રૂ.૩,૦૪,૪૪૨ નો આફ્રીકન કોલ ભરી ડ્રાઇવર પ્રવીણ સાંમતભાઇ વીઝુંડા (રહે સાવરકુંડલા જી અમરેલી)ને તેમજ ૩ ટીપર નંબર જીજે ૦૫ બીઝેડ ૮૯૦૮ મા વજન રૂ ૩,૧૯,૯૯૪ નો ડ્રાઇવર વિપુલ બાબુભાઇ ગરાસિયા (રહે. ખંજેલી ફળીયુ ગારડુ જાલોદ જી દાહોદ)ને તેઓના ટીપરોમા સાઉથ આફ્રીકન કોલ તારીખ ૨૫-૬-૨૦૨૪ ના રોજ ભરી નિરમા કંપની કાળાતળાવ જવા મોકલી આપેલ હતો. ઉપરોક્ત ત્રણેય ટીપરો ડમ્પરોના ડ્રાઇવરો તેમજ ત્રણેય ટીપરો ડમ્પરોના માલીકો દ્વારા ભેગા મળી હજીરા પોર્ટ સુરતથી નિરમા કંપની કાળાતળાવ સુધી રસ્તામા ત્રણેય ગાડીઓમા ભરેલ અસલ આફ્રીકન ઉતારી લઇ  તેઓના આર્થીક ફાયદા સારૂ ભેળશેળવાળો કાળો પદાર્થ ભરી કોલમાં ભેળસેળ કરી નિરમા કંપનીમા આવી ઉપરોક્ત ટીપરોના ત્રણેય ડ્રાઇવરો તેમજ તેના માલીકોએ અમારી કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વેળાવદર ભાલ પોલીસ મથકમા નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News