બિલા ગામમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ. 3.80 લાખની ચોરી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
બિલા ગામમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ. 3.80 લાખની ચોરી 1 - image


મકાન માલિક સંબંધીની ખબર પૂછવા ગયા હતા

તસ્કરોએ ઘરનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ કરી ચોરીને અંજામ આપ્યો

ભાવનગર: જેસર તાલુકાના બીલા ગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાં બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં રાખેલ રૂ. બે લાખ રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા પોણા ત્રણ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ જેસર તાલુકાના બીલા ગામમાં આવેલ નાળિયેરી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતીવાડી કરતા કાનાભાઈ દાનાભાઈ ભમ્મર ગઈકાલે સવારે તેમનું મોટરસાયકલ લઈને ઇટીયા ગામમાં આવેલ તેમના સંબંધીના ઘરે ખબર અંતર પૂછવા ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી રૂમના દરવાજાનો નકુચો તોડી રૂમમાં પ્રવેશ્યા હતા અને લોખંડની પેટીના નકુચા તોડી પેટીમાં રાખેલ તિજોરીનું લોક તોડી તિજોરીમાં રાખેલ રૂપિયા બે લાખ રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.૨,૮૦,૦૦૦ મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ચોરીની આ ઘટના અંગે કાનાભાઈ ભમરે અજાણ્યા  તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખુટવડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News