શેર બજાર અને ધંધામાં રોકાણના નામે ૩.૮૦ લાખની ઠગાઇ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
શેર બજાર અને ધંધામાં રોકાણના નામે  ૩.૮૦ લાખની ઠગાઇ 1 - image


ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટની યુવતીને તેના પરિચિતે જ ચૂનો ચોપડયો

રાજકોટ :  ગોપાલનગર શેરી નં. ૧/૪ કોર્નર પર સિટી ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાં રહેતી અને મવડી ચોકડી પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતી માનસીબેન પ્રદીપભાઈ ભટ્ટી (ઉ.વ.૩૦)ને પોતાના ધંધા અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી અમદાવાદ રહેતા આરોપી ધવલે રૃા. ૩.૮૦ લાખની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં માનસીબેને જણાવ્યું છે કે ધવલ અને તેની પત્ની રિચા પંચાલને બ વર્ષથી ઓળખે છે. ધવલને એરકમ્પ્રેશરની અમદાવાદમા ંપેઢી છે. સાથે શેર બ્રોકરેજનું કામ પણ કરે છે. એકાદ વર્ષ પહેલા તેને કહ્યું કે મારા ધંધામાં અને શેર માર્કેટમાં પૈસા રોકશો તો સારો નફો મળશે. જેથી વિશ્વાસ રાખી તેની પત્નીના મોબાઇલ પર રૃા. ૮ હજાર ટ્રાન્સફર કર્યા હતાં.

ત્યાર પછી ધવલના કહેવા મુજબ તેના પત્નીના મોબાઇલ પર કટકે-કટકે મળી કુલ રૃા. ૩.૮૦ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. તે વખતે ધવલે એવો વિશ્વાસ આપ્યો હતો કે તમારા પૈસા હું એક સાથે પાછા આપી દઇશ. આ પછી તેને પૈસાની જરૃર પડતાં ધવલે રૃા. ૧૫ હજાર પરત આપ્યા હતાં. બાકીની રકમ અવારનવાર કહેવા છતાં પરત આપતો ન હતો. એટલું જ નહીં ખોટા વાયદા કરતો હતો.

જેથી કંટાળીને તેના વિરૃધ્ધ પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 


Google NewsGoogle News